૧૯
૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चित्तकलुषत्वस्वरूपाख्यानमेतत् ।
क्रोधमानमायालोभानां तीव्रोदये चित्तस्य क्षोभः कालुष्यम् । तेषामेव मन्दोदये
तस्य प्रसादोऽकालुष्यम् । तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो
भवति । कषायोदयानुवृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावान्तरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि
भवतीति ।।१३८।।
चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु ।
परपरिदावपवादो पावस्स य आसवं कुणदि ।।१३९।।
चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु ।
परपरितापापवादः पापस्य चास्रवं करोति ।।१३९।।
[ क्षोभं करोति ] ક્ષોભ કરે છે, ત્યારે [ तं ] તેને [ बुधाः ] જ્ઞાનીઓ [ कालुष्यम् इति च ब्रुवन्ति ]
‘કલુષતા’ કહે છે.
ટીકાઃ — આ, ચિત્તની કલુષતાના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુષતા છે. તેમના
જ ( – ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા,
કદાચિત્ કષાયનો વિશિષ્ટ ( – ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે;
કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને *અસમગ્રપણે પાછો વાળ્યો હોય
ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો
ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં ( – મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત્ જ્ઞાનીને પણ
હોય છે. ૧૩૮.
ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે,
પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯.
અન્વયાર્થઃ — [ प्रमादबहुला चर्या ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ कालुष्यं ] કલુષતા,
[ विषयेषु च लोलता ] વિષયો પ્રત્યે લોલુપતા, [ परपरितापापवादः ] પરને પરિતાપ કરવો
તથા પરના અપવાદ બોલવા — એ [ पापस्य च आस्रवं करोति ] પાપનો આસ્રવ કરે છે.
*અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે.