કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૩
पापास्रवस्वरूपाख्यानमेतत् ।
प्रमादबहुलचर्यापरिणतिः, कालुष्यपरिणतिः, विषयलौल्यपरिणतिः, परपरिताप-
परिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापास्रवस्य निमित्तमात्रत्वेन कारण-
भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपापास्रवः । तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां
पुद्गलानां द्रव्यपापास्रव इति ।।१३९।।
सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि ।
णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंति ।।१४०।।
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे ।
ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति ।।१४०।।
ટીકાઃ — આ, પાપાસ્રવના સ્વરૂપનું કથન છે.
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ ( – બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ),
કલુષતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરપરિતાપરૂપ પરિણતિ ( – પરને દુઃખ
દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ — એ પાંચ અશુભ ભાવો
દ્રવ્યપાપાસ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને *અનુસરીને
( – અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસ્રવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત
છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ ( – અશુભકર્મરૂપ પરિણામ)
તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે,
વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
અન્વયાર્થઃ — [ संज्ञाः च ] (ચારેય) સંજ્ઞાઓ, [ त्रिलेश्याः ] ત્રણ લેશ્યા,
[ इन्द्रियवशता च ] ઇન્દ્રિયવશતા, [ आर्तरौद्रे ] આર્ત-રૌદ્રધ્યાન, [ दुःप्रयुक्तं ज्ञानं ] દુઃપ્રયુક્ત
જ્ઞાન ( – દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) [ च ] અને [ मोहः ] મોહ —
*અશાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપાપાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો
નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપાપાસ્રવ’પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ
‘ભાવપાપાસ્રવ’ એવું નામ છે.
પં. ૨૫