Panchastikay Sangrah (Gujarati). Samvar Padarth Vyakhyan.

< Previous Page   Next Page >


Page 194 of 256
PDF/HTML Page 234 of 296

 

૧૯
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पापास्रवभूतभावप्रपञ्चाख्यानमेतत
तीव्रमोहविपाकप्रभवा आहारभयमैथुनपरिग्रहसञ्ज्ञाः, तीव्रकषायोदयानुरञ्जितयोग-

प्रवृत्तिरूपाः कृष्णनीलकापोतलेश्यास्तिस्रः, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम्, राग- द्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकाञ्क्षणरूपमार्तम्, कषायक्रूराशयत्वाद्धिंसा- ऽसत्यस्तेयविषयसंरक्षणानन्दरूपं रौद्रम्, नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्, सामान्येन दर्शनचारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः,एषः भावपापास्रव-प्रपञ्चो द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति ।।१४०।।

इति आस्रवपदार्थव्याख्यानं समाप्तम्

अथ संवरपदार्थव्याख्यानम् [ पापप्रदाः भवन्ति ] એ ભાવો પાપપ્રદ છે.

ટીકાઃઆ, પાપાસ્રવભૂત ભાવોના વિસ્તારનું કથન છે.

તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયના પ્રકર્ષને લીધે વર્તતું ઇન્દ્રિયાધીનપણું; રાગદ્વેષના ઉદ્રેકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન; કષાય વડે ક્રૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, સ્તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગરપ્રયોજને (નકામું) શુભ કર્મથી અન્યત્ર (અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહ;આ, ભાવપાપાસ્રવનો વિસ્તાર દ્રવ્યપાપાસ્રવના વિસ્તારને દેનારો છે (અર્થાત્ ઉપરોક્ત ભાવપાપાસ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપાસ્રવમાં નિમિત્તભૂત છે). ૧૪૦.

આ રીતે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે સંવરપદાર્થનું વ્યાખ્યાન છે.

૧. અનુરંજિત = રંગાયેલ. [કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ

લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે.] ૨. પ્રકર્ષ = ઉત્કર્ષ; ઉગ્રતા ૩. ઉદ્રેક = પુષ્કળતા; વધારો. ૪. ક્રૂર = નિર્દય; કઠોર; ઉગ્ર.