કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૯૫
इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठु मग्गम्हि ।
जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिद्दं ।।१४१।।
इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठु मार्गे ।
यावत्तावत्तेषां पिहितं पापास्रवछिद्रम् ।।१४१।।
अनन्तरत्वात्पापस्यैव संवराख्यानमेतत् ।
मार्गो हि संवरस्तन्निमित्तमिन्द्रियाणि कषायाः संज्ञाश्च यावतांशेन यावन्तं वा
कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते । इन्द्रियकषाय-
संज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः पूर्वमुक्त : । इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपाप-
संवरहेतुरवधारणीय इति ।।१४१।।
માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇન્દ્રિનો નિગ્રહ કરે,
પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧.
અન્વયાર્થઃ — [ यैः ] જેઓ [ सुष्ठु मार्गे ] સારી રીતે માર્ગમાં રહીને
[ इन्द्रियकषायसंज्ञाः ] ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ यावत् निगृहीताः ] જેટલો નિગ્રહ
કરે છે, [ तावत् ] તેટલું [ पापास्रवछिद्रम् ] પાપાસ્રવનું છિદ્ર [ तेषाम् ] તેમને [ पिहितम् ] બંધ
થાય છે.
ટીકાઃ — પાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત્
પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં
આવ્યું છે).
માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે ( – તેના અર્થે) ઇન્દ્રિયો, કષાયો અને
સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે
અથવા તેટલો કાળ પાપાસ્રવદ્વાર બંધ થાય છે.
ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ — ભાવપાપાસ્રવ — દ્રવ્યપાપાસ્રવનો હેતુ
( – નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં) કહ્યો હતો; અહીં (આ ગાથામાં) તેમનો નિરોધ
( – ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ) — ભાવપાપસંવર — દ્રવ્યપાપસંવરનો હેતુ
અવધારવો ( – સમજવો). ૧૪૧.