निर्विकारचैतन्यत्वात्समसुखदुःखस्य भिक्षोः शुभमशुभञ्च कर्म नास्रवति, किन्तु संव्रियत एव । तदत्र मोहरागद्वेषपरिणामनिरोधो भावसंवरः । तन्निमित्तः शुभाशुभकर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यसंवर इति ।।१४२।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને [ सर्वद्रव्येषु ] સર્વ દ્રવ્યો પ્રત્યે [ रागः ] રાગ, [ द्वेषः ] દ્વેષ [ वा ] કે [ मोहः ] મોહ [ न विद्यते ] નથી, [ समसुखदुःखस्य भिक्षोः ] તે સમસુખદુઃખ ભિક્ષુને ( – સુખદુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) [ शुभम् अशुभं ] શુભ અને અશુભ કર્મ [ न आस्रवति ] આસ્રવતું નથી.
જેને સમગ્ર પરદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષુને — કે જે નિર્વિકારચૈતન્યપણાને લીધે *સમસુખદુઃખ છે તેને — શુભ અને અશુભ કર્મનો આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં (એમ સમજવું કે) મોહ- રાગદ્વેષપરિણામનો નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભાશુભકર્મપરિણામનો ( – શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. ૧૪૨. *સમસુખદુઃખ = સુખદુઃખ જેને સમાન છે એવા; ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ પરિણામ થતા નથી એવા. [જેને રાગદ્વેષમોહ નથી, તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય