पुण्यमशुभपरिणामरूपं पापञ्च यदा न भवति तस्य तदा शुभाशुभभावकृतस्य द्रव्यकर्मणः संवरः स्वकारणाभावात्प्रसिद्धयति । तदत्र शुभाशुभपरिणामनिरोधो भावपुण्यपापसंवरो द्रव्यपुण्यपापसंवरस्य हेतुः प्रधानोऽवधारणीय इति ।।१४३।।
અન્વયાર્થઃ — [ यस्य ] જેને ( – જે મુનિને), [ विरतस्य ] વિરત વર્તતાં થકાં, [ योगे ] યોગમાં [ पुण्यं पापं च ] પુણ્ય અને પાપ [ यदा ] જ્યારે [ खलु ] ખરેખર [ न अस्ति ] હોતાં નથી, [ तदा ] ત્યારે [ तस्य ] તેને [ शुभाशुभकृतस्य कर्मणः ] શુભાશુભભાવકૃત કર્મનો [ संवरणम् ] સંવર થાય છે.
જે યોગીને, વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકાં, યોગમાં — વચન, મન અને કાયસંબંધી ક્રિયામાં — શુભપરિણામરૂપ પુણ્ય અને અશુભપરિણામરૂપ પાપ જ્યારે હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો ( – શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો), સ્વકારણના અભાવને લીધે, સંવર થાય છે. તેથી અહીં (આ ગાથામાં) શુભાશુભ પરિણામનો નિરોધ — ભાવપુણ્યપાપસંવર — દ્રવ્યપુણ્યપાપસંવરનો *પ્રધાન હેતુ અવધારવો ( – સમજવો). ૧૪૩.
આ રીતે સંવરપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. *પ્રધાન હેતુ = મુખ્ય નિમિત્ત. [દ્રવ્યસંવરમાં ‘મુખ્ય નિમિત્ત’ જીવના શુભાશુભ પરિણામનો નિરોધ છે,