૧૯
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે નિર્જરાપદાર્થનું વ્યાખ્યાન છે.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪.
અન્વયાર્થઃ — [ संवरयोगाभ्याम् युक्तः ] સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત
એવો [ यः ] જે જીવ [ बहुविधैः तपोभिः चेष्टते ] બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, [ सः ] તે
[ नियतम् ] નિયમથી [ बहुकानां कर्मणां ] ઘણાં કર્મોની [ निर्जरणं करोति ] નિર્જરા કરે છે.
ટીકાઃ — આ, નિર્જરાના સ્વરૂપનું કથન છે.
સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુદ્ધોપયોગ; તેમનાથી
( – સંવર અને યોગથી) યુક્ત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન,
રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો
સહિત — એમ બહુવિધ ૧તપો સહિત પ્રવર્તે છે, તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા
યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણ — નિશ્ચય-
કારણ તો પુદ્ગલ પોતે જ છે.)]
૧. જે જીવને સહજશુદ્ધસ્વરૂપના પ્રતપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના, હઠ વિના વર્તતા અનશનાદિ-
સંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે અને શુભપણારૂપ
अथ निर्जरापदार्थव्याख्यानम् ।
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं ।
कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ।।१४४।।
संवरयोगाभ्यां युक्त स्तपोभिर्यश्चेष्टते बहुविधैः ।
कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम् ।।१४४।।
निर्जरास्वरूपाख्यानमेतत् ।
शुभाशुभपरिणामनिरोधः संवरः, शुद्धोपयोगो योगः । ताभ्यां युक्त स्तपो-
भिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्त शय्यासनकायक्लेशादिभेदाद्बहिरङ्गैः
प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गैश्च बहुविधैर्यश्चेष्टते स खलु