मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ।।१४५।।
यः संवरेण युक्त : आत्मार्थप्रसाधको ह्यात्मानम् ।
ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः ।।१४५।।
કરે છે. તેથી અહીં (આ ગાથામાં એમ કહ્યું કે), કર્મના વીર્યનું ( – કર્મની શક્તિનું) ૧શાતનકરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે ૨વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તેભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી ( – વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસથયેલાં એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ ૩સંક્ષય તે દ્રવ્યનિર્જરા છે. ૧૪૪.
સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે.૧૪૫.
અન્વયાર્થઃ — [ संवरेण युक्तः ] સંવરથી યુક્ત એવો [ यः ] જે જીવ,
અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાદ્રષ્ટિને નિશ્ચય-તપ નથી તેથી તેના અનશનાદિ-
સંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણ કે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?)૧. શાતન કરવું = પાતળું કરવું; હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. વૃદ્ધિ પામેલો = વધેલો; ઉગ્ર થયેલો. [સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જ્યારે ઉગ્ર શુદ્ધોપયોગ થાય
છે ત્યારે ઘણાં કર્મોની નિર્જરા થાય છે. શુદ્ધોપયોગની ઉગ્રતા કરવાની વિધિ શુદ્ધાત્મદ્રવ્યના આલંબનની ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને, સહજદશાએ હઠ વિના જે અનશનાદિસંબંધી ભાવો વર્તે તેમાં (શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે.
(મિથ્યાદ્રષ્ટિને તો શુદ્ધાત્મદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સંવર નથી, શુદ્ધોપયોગ નથી, શુદ્ધોપયોગની
વૃદ્ધિની તો વાત જ ક્યાં રહી? તેથી તેને, સહજ દશા વિનાના — હઠપૂર્વક — અનશનાદિસંબંધી