Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 200 of 256
PDF/HTML Page 240 of 296

 

background image
૨૦૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
[ आत्मार्थप्रसाधकः हि ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક)
વર્તતો થકો, [ आत्मानम् ज्ञात्वा ] આત્માને જાણીને (અનુભવીને) [ ज्ञानं नियतं ध्यायति ]
જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ सः ] તે [ कर्मरजः ] કર્મરજને [ संधुनोति ] ખેરવી
નાખે છે.
ટીકાઃઆ, નિર્જરાના મુખ્ય કારણનું કથન છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ,
વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ
વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું મન ઉદ્યત થયું છે એવો
વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને (પોતાને સ્વાનુભવ વડે
અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તુપણે અભેદ હોવાથી તે જ જ્ઞાનનેસ્વનેસ્વ વડે
અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત નિઃસ્નેહ વર્તતો થકો
જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના સ્તંભની માફક
પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે.
मुख्यनिर्जराकारणोपन्यासोऽयम्
यो हि संवरेण शुभाशुभपरिणामपरमनिरोधेन युक्त : परिज्ञातवस्तुस्वरूपः पर-
प्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमनाः आत्मानं स्वोपलम्भेनोपलभ्य
गुणगुणिनोर्वस्तुत्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्सञ्चेतयते स खलु
नितान्तनिस्स्नेहः प्रहीणस्नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फ टिकस्तम्भवत
् पूर्वोपात्तं कर्मरजः संधुनोति
૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું.
૨. મન = મતિ; બુદ્ધિ; ભાવ; પરિણામ.
૩. ઉદ્યત થવું = તત્પર થવું; લાગવું; ઉદ્યમવંત થવું; વળવું; ઢળવું.
૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો
બન્ને એક જ
છે. ઉપર જેને ‘આત્મા’શબ્દથી કહ્યો હતો તેને જ અહીં ‘જ્ઞાન’શબ્દથી કહેલ છે. તે જ્ઞાનમાં
નિજાત્મામાંનિજાત્મા વડે નિશ્ચળ પરિણતિ કરીને તેનું સંચેતનસંવેદનઅનુભવન કરવું તે
ધ્યાન છે.
૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત.
૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.