કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૦૧
આથી ( – આ ગાથાથી) એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ૧ધ્યાન
છે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને,
પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
અન્વયાર્થઃ — [ यस्य ] જેને [ मोहः रागः द्वेषः ] મોહ અને રાગદ્વેષ [ न विद्यते ]
નથી [ वा ] તથા [ योगपरिकर्म ] યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે
ઉપેક્ષા છે), [ तस्य ] તેને [ शुभाशुभदहनः ] શુભાશુભને બાળનારો [ ध्यानमयः अग्निः ]
ધ્યાનમય અગ્નિ [ जायते ] પ્રગટે છે.
ટીકાઃ — આ, ધ્યાનના સ્વરૂપનું કથન છે.
શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન
પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છેઃ — જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને
ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં
અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને ( – તે
વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને), મોહી, રાગી અને દ્વેષી નહિ
एतेन निर्जरामुख्यत्वे हेतुत्वं ध्यानस्य द्योतितमिति ।।१४५।।
जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो ।
तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी ।।१४६।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म ।
तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ।।१४६।।
ध्यानस्वरूपाभिधानमेतत् ।
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम् । अथास्यात्मलाभविधिरभिधीयते ।
यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकं पुद्गलकर्मत्वात् कर्मसु संहृत्य,
तदनुवृत्तेः व्यावृत्त्योपयोगममुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं
૧. આ ધ્યાન શુદ્ધભાવરૂપ છે.
પં. ૨૬