निमित्तम् । योगो वाङ्मनःकायकर्मवर्गणालम्बन आत्मप्रदेशपरिस्पन्दः । बन्धस्तु कर्म- पुद्गलानां विशिष्टशक्ति परिणामेनावस्थानम् । स पुनर्जीवभावनिमित्तः । जीवभावः पुना रतिरागद्वेषमोहयुतः, मोहनीयविपाकसम्पादितविकार इत्यर्थः । तदत्र पुद्गलानां ग्रहण-
અન્વયાર્થઃ — [ योगनिमित्तं ग्रहणम् ] ગ્રહણનું ( – કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે; [ योगः मनोवचनकायसंभूतः ] યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્પંદ) છે. [ भावनिमित्तः बन्धः ] બંધનું નિમિત્ત ભાવ છે; [ भावः रतिरागद्वेषमोहयुतः ] ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે.
ગ્રહણ એટલે કર્મપુદ્ગલોનો જીવપ્રદેશવર્તી ( – જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્રે રહેલા) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્પંદ (અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન).
બંધ એટલે કર્મપુદ્ગલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે (અર્થાત્ કર્મપુદ્ગલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે); તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ રતિરાગદ્વેષમોહયુક્ત (પરિણામ) છે અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે.