करोति, तदा स आत्मा तेन निमित्तभूतेन भावेन पुद्गलकर्मणा विविधेन बद्धो भवति । तदत्र मोहरागद्वेषस्निग्धः शुभोऽशुभो वा परिणामो जीवस्य भावबन्धः, तन्निमित्तेन शुभाशुभकर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यमूर्च्छनं पुद्गलानां द्रव्यबन्ध इति ।।१४७।।
અન્વયાર્થઃ — [ यदि ] જો [ आत्मा ] આત્મા [ रक्तः ] રક્ત (વિકારી) વર્તતો થકો [ उदीर्णं ] ઉદિત [ यम् शुभम् अशुभम् भावम् ] શુભ કે અશુભ ભાવને [ करोति ] કરે છે, તો [ सः ] તે આત્મા [ तेन ] તે ભાવ વડે ( – તે ભાવના નિમિત્તે) [ विविधेन पुद्गलकर्मणा ] વિવિધ પુદ્ગલકર્મથી [ बद्धः भवति ] બદ્ધ થાય છે.
જો ખરેખર આ આત્મા અન્યના ( – પુદ્ગલકર્મના) આશ્રય વડે અનાદિ કાળથી રક્ત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત ( – પ્રગટ થતા) શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં (એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે અને તેના ( – શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન ( – વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાહસંબંધ) તે દ્રવ્યબંધ છે. ૧૪૭.