૨૧
૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दर्शनम् ] અપ્રતિહત દર્શન છે — [ अनन्यमयम् ] કે જેઓ (જીવથી) અનન્યમય છે. [ तयोः ]
તે જ્ઞાનદર્શનમાં [ नियतम् ] નિયત [ अस्तित्वम् ] અસ્તિત્વ — [ अनिन्दितं ] કે જે અનિંદિત
છે — [ चारित्रं च भणितम् ] તેને (જિનેંદ્રોએ) ચારિત્ર કહ્યું છે.
ટીકાઃ — આ, મોક્ષમાર્ગના સ્વરૂપનું કથન છે.
જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. જીવસ્વભાવ ખરેખર જ્ઞાનદર્શન
છે કારણ કે તેઓ (જીવથી) અનન્યમય છે. જ્ઞાનદર્શનનું (જીવથી) અનન્યમયપણું
હોવાનું કારણ એ છે કે ૧વિશેષચૈતન્ય અને સામાન્યચૈતન્ય જેનો સ્વભાવ છે એવા
જીવથી તેઓ નિષ્પન્ન છે (અર્થાત્ જીવથી જ્ઞાનદર્શન રચાયેલાં છે). હવે જીવના
સ્વરૂપભૂત એવાં તે જ્ઞાનદર્શનમાં ૨નિયત — અવસ્થિત એવું જે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ
૩વૃત્તિમય અસ્તિત્વ — કે જે રાગાદિપરિણામના અભાવને લીધે અનિંદિત છે — તે ચારિત્ર
છે; તે જ મોક્ષમાર્ગ છે.
સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છેઃ — (૧) સ્વચારિત્ર અને
(૨) પરચારિત્ર; (૧) સ્વસમય અને (૨) પરસમય એવો અર્થ છે. ત્યાં, સ્વભાવમાં
અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત
અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે પરચારિત્ર છે. તેમાંથી (અર્થાત્ બે પ્રકારનાં
ચારિત્રમાંથી), સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર — કે જે પરભાવમાં અવસ્થિત
मोक्षमार्गस्वरूपाख्यानमेतत् ।
जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः । जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्य-
मयत्वात् । अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात् । अथ
तयोर्जीवस्वरूपभूतयोर्ज्ञानदर्शनयोर्यन्नियतमवस्थितमुत्पादव्ययध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादि-
परिणत्यभावादनिन्दितं तच्चरितं; तदेव मोक्षमार्ग इति । द्विविधं हि किल
संसारिषु चरितं — स्वचरितं परचरितं च; स्वसमयपरसमयावित्यर्थः । तत्र स्वभावाव-
स्थितास्तित्वस्वरूपं स्वचरितं, परभावावस्थितास्तित्वस्वरूपं परचरितम् । तत्र यत्स्वभावा-
૧. વિશેષચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્યચૈતન્ય તે દર્શન છે.
૨. નિયત = અવસ્થિત; સ્થિત; સ્થિર; દ્રઢપણે રહેલું.
૩. વૃત્તિ = વર્તવું તે; હોવું તે. [ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.]