Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 247 of 256
PDF/HTML Page 287 of 296

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૪૭
विलोचनपुटाः किमपि स्वबुद्धयावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्न-
साध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमद-
भरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादित-
सौहित्या इव, समुल्बणबलसञ्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोहा इव,
मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना
अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्मफल-
યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ
જેમ સુખ ઊપજે તેમરહે છે), તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવને
તિરસ્કારતા થકા, અભિન્નસાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ
(
શુભ તેમ જ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ), પ્રમાદમદિરાના
મદથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂર્છિત જેવા,
સુષુપ્ત જેવા, પુષ્કળ ઘી-સાકર-ખીર ખાઈને તૃપ્તિ પામેલા (
ધરાયેલા) હોય એવા, જાડા
શરીરને લીધે જડતા (મંદતા, નિષ્ક્રિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી
મૂઢતા થઇ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ
જેવા, મુનીંદ્રની કર્મચેતનાને
પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ
૧. યથાસુખ = મરજી મુજબ; જેમ સુખ ઊપજે તેમ; યથેચ્છપણે. [જેમને દ્રવ્યાર્થિકનયના (નિશ્ચય-
નયના) વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન કે અનુભવ નથી તેમ જ તેને માટે ઝંખના કે
પ્રયત્ન નથી, આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિષે કાંઈક ભાસ થતો કલ્પી
લઇને નિશ્ચિંતપણે સ્વચ્છંદપૂર્વક વર્તે છે, ‘જ્ઞાની મોક્ષમાર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક
શુદ્ધિની સાથે સાથે ભૂમિકાનુસાર શુભ ભાવો પણ હોય છે’
એ વાતને શ્રદ્ધતા નથી, તેમને
અહીં કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે.]
૨. મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દશામાં (છઠ્ઠા ગુણસ્થાન સુધી) વ્યવહારનયની
અપેક્ષાએ ભૂમિકાનુસાર ભિન્નસાધ્યસાધનભાવ હોય છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો
સંબંધી, અંગ-પૂર્વ સંબંધી અને શ્રાવક-મુનિના આચારો સંબંધી શુભ ભાવો હોય છે.આ વાત
કેવળનિશ્ચયાવલંબી જીવો માનતા નથી અર્થાત્ (આંશિક શુદ્ધિ સાથેની) શુભભાવવાળી પ્રાથમિક
દશાને તેઓ શ્રદ્ધતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિષે ઊંચી શુદ્ધ
દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે.
૩. કેવળનિશ્ચયાવલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદકષાયરૂપ શુભભાવો કરતા નથી અને
પાપબંધના કારણભૂત અશુભભાવોને તો સેવ્યા કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે.