Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 248 of 256
PDF/HTML Page 288 of 296

 

૨૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
चेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति उक्त ञ्च
‘‘ णिच्छयमालंबंता णिच्छयदो णिच्छयं अयाणंता णासंति चरणकरणं बाहरि-चरणालसा
केई ।। ’’
નૈષ્કર્મ્યરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ નહિ પામ્યા થકા, (માત્ર) વ્યક્ત-અવ્યક્ત પ્રમાદને આધીન
વર્તતા થકા, પ્રાપ્ત થયેલા હલકા (નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ
જેને વર્તે છે એવી વનસ્પતિની માફક, કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે
णिच्छयमालंबंता णिच्छयदो णिच्छयं अयाणंता णासंति चरणकरणं बाहरिचरणालसा केई ।। [અર્થાત
નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી (ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો
બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે છે.]
૧. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ निश्चयमालम्बन्तो निश्चयतो निश्चयमजानन्तः नाशयन्ति

चरणकरणं बाह्यचरणालसाः के ऽपि ।। ૨. શ્રી જયસેનાચાર્યદેવરચિત ટીકામાં (વ્યવહાર-એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી તુરત જ) નિશ્ચય-

એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છેઃ
વળી જેઓ કેવળનિશ્ચયાવલંબી વર્તતા થકા રાગાદિવિકલ્પરહિત પરમસમાધિરૂપ શુદ્ધ
આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવાયોગ્ય ષડ્-આવશ્યકાદિરૂપ
અનુષ્ઠાનને તથા શ્રાવકે (વ્યવહારે) આચરવાયોગ્ય દાનપૂજાદિરૂપ અનુષ્ઠાનને દૂષણ દે છે, તેઓ
પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકા, નિશ્ચયવ્યવહાર-અનુષ્ઠાનયોગ્ય અવસ્થાંતરને નહિ જાણતા થકા
પાપને જ બાંધે છે (
અર્થાત્ કેવળ નિશ્ચય-અનુષ્ઠાનરૂપ શુદ્ધ અવસ્થાથી જુદી એવી જે નિશ્ચય-
અનુષ્ઠાન અને વ્યવહાર-અનુષ્ઠાનવાળી મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે
છે
); પરંતુ જો શુદ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત (વ્યવહારસાધનરૂપ)
વ્યવહારમોક્ષમાર્ગને માને, તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શક્તિનો અભાવ હોવાથી શુભ-
અનુષ્ઠાન રહિત હોય તથાપિ
જોકે તેઓ શુદ્ધાત્મભાવનાસાપેક્ષ શુભ-અનુષ્ઠાનરત પુરુષો જેવા
નથી તોપણસરાગ સમ્યક્ત્વાદિ વડે વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે.
આમ નિશ્ચય-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય કહેવામાં આવ્યાં.
[અહીં જે જીવોને ‘વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દ્રષ્ટિ છે એમ ન
સમજવું પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દ્રષ્ટિ છે એમ સમજવું. તેમને ચારિત્ર-અપેક્ષાએ મુખ્યપણે
રાગાદિ હયાત હોવાથી સરાગ સમ્યક્ત્વવાળા કહીને ‘વ્યવહારસમ્યગ્દ્રષ્ટિ’ કહ્યા છે. શ્રી
જયસેનાચાર્યદેવે પોતે જ ૧૫૦
૧૫૧મી ગાથાની ટીકામાં કહ્યું છે કેજ્યારે આ જીવ
આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદન-
જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ
વડે સરાગ-સમ્યગ્દ્રષ્ટિ થાય છે.
]