Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 296

 

background image
ઉત્તરઃ(૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન
સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ.
તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-
પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે ‘મનુષ્ય જીવ છે’, ‘નારકી જીવ છે’ ઇત્યાદિ પ્રકારથી
તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણ-
પર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે ‘જાણનારો જીવ છે’, ‘દેખનારો જીવ છે’ ઇત્યાદિ પ્રકારથી
તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ
ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા,
વ્યવહારનયથી તત્ત્વાર્થશ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ-
સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ.
આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું.
(૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને
જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય
જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યાં તે કહેવામાત્ર
જ છે. પરમાર્થે શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં
જ્ઞાન-દર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા
માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા-સંખ્યાદિ ભેદ
કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી,
પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાંઈ
તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણ કે પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો
આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા
તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચયથી
વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત
્ કાર્યકારણપણું છે
તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ તે કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહ્યક્રિયા મોક્ષમાર્ગ
નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહારનયને અંગીકાર ન કરવાનું
સમજી લેવું.
પ્રશ્નઃવ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન
સાધે છે?
ઉત્તરપોતે પણ જ્યાંસુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાંસુધી
[ ૨૭ ]