Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 296

 

background image
[ ૨૮ ]
વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય
કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં
આવે તો તે કાર્યકારી થાય, અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની ‘વસ્તુ
આમ જ છે’ એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. એ જ
પુરુષાર્થસિદ્ધ્યુપાયમાં કહ્યું છે
अबुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम्
व्यवहारमेव के वलमवैति यस्तस्य देशना नास्ति ।।
माणवक एव सिंहो यथा भवत्यनवगीतसिंहस्य
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य ।।
અર્થમુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને
ઉપદેશે છે. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી
રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિંહ છે, તેવી રીતે જે નિશ્ચયને ન
સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે.
શ્રી મોક્ષમાર્ગપ્રકાશક