स्यादस्ति चावक्त व्यं च द्रव्यं, स्यान्नास्ति चावक्त व्यं च द्रव्यं, स्यादस्ति च नास्ति चावक्त व्यं નથી. તેથી, જોકે દ્રવ્ય અને ગુણોનો આદેશવશાત્ કથંચિત્ ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો પણ અભેદ છે (અર્થાત્ દ્રવ્ય અને પર્યાયોની માફક દ્રવ્ય અને ગુણોનો પણ વસ્તુપણે અભેદ છે). ૧૩.
અન્વયાર્થઃ — [द्रव्यं] દ્રવ્ય [आदेशवशेन] આદેશવશાત્ (-કથનને વશ) [खलु] ખરેખર [स्यात् अस्ति] સ્યાત્ અસ્તિ, [नास्ति] સ્યાત્ નાસ્તિ, [उभयम्] સ્યાત્ અસ્તિ- નાસ્તિ, [अवक्तव्यम्] સ્યાત્ અવક્તવ્ય [पुनः च] અને વળી [तत्त्रितयम्] અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું ( – સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિ- નાસ્તિ-અવક્તવ્ય) — [सप्तभङ्गम्] એમ સાત ભંગવાળું [सम्भवति] છે.
(૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ’ છે; (૨) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ’ છે; (૩) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને નાસ્તિ’ છે; (૪) દ્રવ્ય ‘સ્યાત્ અવક્તવ્ય’ છે; (૫) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને અવક્તવ્ય’ છે; (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય’ છે; (૭) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય’ છે.