કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૩૧
च द्रव्यमिति । अत्र सर्वथात्वनिषेधकोऽनेकान्तद्योतकः कथंचिदर्थे स्याच्छब्दो निपातः । तत्र
स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति द्रव्यं, स्वद्रव्य-
क्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च क्रमेणादिष्टमस्ति च नास्ति च द्रव्यं, स्वद्रव्य-
क्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपदादिष्टमवक्त व्यं द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावै-
र्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टमस्ति चावक्त व्यं च द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्व-
परद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टं नास्ति चावक्त व्यं च द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकाल-
भावैश्च युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्चादिष्टमस्ति च नास्ति चावक्त व्यं च द्रव्यमिति
।
न चैतदनुपपन्नम्, सर्वस्य वस्तुनः स्वरूपादिना अशून्यत्वात्, पररूपादिना शून्यत्वात्,
અહીં (સપ્તભંગીમાં) સર્વથાપણાનો નિષેધક, અનેકાંતનો દ્યોતક ‘*સ્યાત્’ શબ્દ
‘કથંચિત્’ એવા અર્થમાં અવ્યયરૂપે વપરાયો છે. ત્યાં — (૧) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે
કહેવામાં આવતાં ‘અસ્તિ’ છે; (૨) દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ’
છે; (૩) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે ક્રમથી કહેવામાં આવતાં
‘અસ્તિ અને નાસ્તિ’ છે; (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે
યુગપદ્ કહેવામાં આવતાં ‘૧અવક્તવ્ય’ છે; (૫) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્
સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘અસ્તિ અને અવક્તવ્ય’ છે; (૬) દ્રવ્ય
પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘નાસ્તિ
અને અવક્તવ્ય’ છે; (૭) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને
યુગપદ્ સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં ‘અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય’
છે. — આ (ઉપરોક્ત વાત) અયોગ્ય નથી, કારણ કે સર્વ વસ્તુ (૧) સ્વરૂપાદિથી
‘૨અશૂન્ય’ છે, (૨) પરરૂપાદિથી ‘૩શૂન્ય’ છે, (૩) બન્નેથી (સ્વરૂપાદિથી અને
પરરૂપાદિથી) ‘અશૂન્ય અને શૂન્ય’ છે, (૪) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી)
એકીસાથે ‘અવાચ્ય’ છે, ભંગોના સંયોગથી કથન કરતાં (૫) ‘અશૂન્ય અને અવાચ્ય’
*
સ્યાત્=કથંચિત્; કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ. (‘સ્યાત્’ શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને અનેકાંતને
પ્રકાશે છે — દર્શાવે છે.)
૧. અવક્તવ્ય=કહી શકાય નહિ એવું; અવાચ્ય. (એકીસાથે સ્વચતુષ્ટય તેમ જ પરચતુષ્ટયની અપેક્ષાથી
દ્રવ્ય કથનમાં આવી શકતું નથી તેથી ‘અવક્તવ્ય’ છે.)
૨. અશૂન્ય=શૂન્ય નહિ એવું; હયાત; સત્.
૩. શૂન્ય=નહિ હયાત એવું; અસત્.