૩૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उभाभ्यामशून्यशून्यत्वात्, सहावाच्यत्वात्, भङ्गसंयोगार्पणायामशून्यावाच्यत्वात्, शून्यावाच्य-
त्वात्, अशून्यशून्यावाच्यत्वाच्चेति ।।१४।।
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो ।
गुणपज्जएसु भावा उप्पादवए पकुव्वंति ।।१५।।
भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः ।
गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ।।१५।।
अत्रासत्प्रादुर्भावत्वमुत्पादस्य सदुच्छेदत्वं विगमस्य निषिद्धम् ।
છે, (૬) ‘શૂન્ય અને અવાચ્ય’ છે, (૭) ‘અશૂન્ય, શૂન્ય અને અવાચ્ય’ છે.
ભાવાર્થઃ — (૧) દ્રવ્ય *સ્વચતુષ્ટયની અપેક્ષાથી ‘છે’. (૨) દ્રવ્ય પરચતુષ્ટયની
અપેક્ષાથી ‘નથી’. (૩) દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને
નથી’. (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘અવક્તવ્ય છે.’
(૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને અવક્તવ્ય છે.’
(૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી અને અવક્તવ્ય છે.’
(૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે, નથી
અને અવક્તવ્ય છે’. — એ પ્રમાણે અહીં સપ્તભંગી કહેવામાં આવી. ૧૪.
નહિ ‘ભાવ’ કેરો નાશ હોય, ‘અભાવ’નો ઉત્પાદ ના;
‘ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
અન્વયાર્થઃ — [भावस्य] ભાવનો (સત્નો) [नाशः] નાશ [न अस्ति] નથી [च
एव] તેમ જ [अभावस्य] અભાવનો (અસત્નો) [उत्पादः] ઉત્પાદ [न अस्ति] નથી;
[भावाः] ભાવો (સત્ દ્રવ્યો) [गुणपर्यायेषु] ગુણપર્યાયોમાં [उत्पादव्ययान्] ઉત્પાદવ્યય
[प्रकुर्वन्ति] કરે છે.
ટીકાઃ — અહીં ઉત્પાદને વિષે અસત્નો પ્રાદુર્ભાવ હોવાનું અને વ્યયને વિષે
*
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ
ગુણપર્યાયોના આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ;
સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ — સ્વશક્તિ.