૪૦
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ज्ञानावरणादिकर्मसामान्योदयनिर्वृत्तसंसारित्वपर्याये भव्यस्य स्वकारणनिवृत्तौ निवृत्ते
समुत्पन्ने चाभूतपूर्वे सिद्धत्वपर्याये नासदुत्पत्तिरिति । किञ्च — यथा द्राघीयसि
वेणुदण्डे व्यवहिताव्यवहितविचित्रचित्रकिर्मीरताखचिताधस्तनार्धभागे एकान्तव्यवहित-
सुविशुद्धोर्ध्वार्धभागेऽवतारिता द्रष्टिः समन्ततो विचित्रचित्रकिर्मीरताव्याप्तिं पश्यन्ती सम-
नुमिनोति तस्य सर्वत्राविशुद्धत्वं, तथा क्वचिदपि जीवद्रव्ये व्यवहिताव्यवहितज्ञाना-
वरणादिकर्मकिर्मीरताखचितबहुतराधस्तनभागे एकान्तव्यवहितसुविशुद्धबहुतरोर्ध्वभागेऽवतारिता
बुद्धिः समन्ततो ज्ञानावरणादिकर्मकिर्मीरताव्याप्तिं व्यवस्यन्ती समनुमिनोति तस्य सर्वत्रा-
विशुद्धत्वम् । यथाच तत्र वेणुदण्डे व्याप्तिज्ञानाभासनिबन्धनविचित्रचित्रकिर्मीरतान्वयः,
तथाच क्वचिज्जीवद्रव्ये ज्ञानावरणादिकर्मकिर्मीरतान्वयः । यथैव च तत्र वेणुदण्डे विचित्र-
ઉદયથી રચાતા જે દેવાદિપર્યાયો તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતાં
નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય, ત્યાં અસત્ની
ઉત્પત્તિ નથી; તેમ દીર્ઘ કાળ સુધી અન્વયરૂપે રહેનારો, જ્ઞાનાવરણાદિકર્મસામાન્યના
ઉદયથી રચાતો સંસારિત્વપર્યાય ભવ્યને સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને
અભૂતપૂર્વ ( – પૂર્વે નહિ થયેલો એવો) સિદ્ધત્વપર્યાય ઉત્પન્ન થાય, ત્યાં અસત્ની
ઉત્પત્તિ નથી.
વળી (વિશેષ સમજાવવામાં આવે છે)ઃ —
જેવી રીતે જેનો વિચિત્ર ચિત્રોથી ચિત્રવિચિત્ર નીચેનો અર્ધ ભાગ કેટલોક
ઢંકાયેલો અને કેટલોક અણઢંકાયેલો હોય તથા સુવિશુદ્ધ ( – અચિત્રિત) ઊંચેનો અર્ધ
ભાગ એકલો ઢંકાયેલો જ હોય એવા બહુ લાંબા વાંસ પર દ્રષ્ટિ મૂકતાં, તે દ્રષ્ટિ
સર્વત્ર વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી થકી ‘તે
વાંસ સર્વત્ર અવિશુદ્ધ છે (અર્થાત્ આખોય રંગબેરંગી છે)’ એમ અનુમાન કરે છે,
તેવી રીતે જેનો જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલ ચિત્રવિચિત્રતાયુક્ત ( – વિવિધ
વિભાવપર્યાયવાળો) ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો અને કેટલોક
અણઢંકાયેલો છે તથા સુવિશુદ્ધ (સિદ્ધપર્યાયવાળો), ઘણો મોટો ઊંચેનો ભાગ એકલો
ઢંકાયેલો જ છે એવા કોઈ જીવદ્રવ્યમાં બુદ્ધિ લગાડતાં, તે બુદ્ધિ સર્વત્ર જ્ઞાનાવરણાદિ
કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાપ્તિનો નિર્ણય કરતી થકી ‘તે જીવ સર્વત્ર અવિશુદ્ધ
છે (અર્થાત્ આખોય સંસારપર્યાયવાળો છે)’ એમ અનુમાન કરે છે. વળી જેમ તે
વાંસમાં વ્યાપ્તિજ્ઞાનાભાસનું કારણ (નીચેના ખુલ્લા ભાગમાં) વિચિત્ર ચિત્રોથી થયેલા