न्वयाभावादाप्तागमसम्यगनुमानातीन्द्रियज्ञानपरिच्छिन्नात्सिद्धत्वमिति ।।२०।।
વિચિત્રપણાનો અન્વય છે. વળી જેમ તે વાંસમાં (ઉપરના ભાગમાં) સુવિશુદ્ધપણું છે
ભાવાર્થઃ — સંસારી જીવની પ્રગટ સંસારી દશા જોઈને અજ્ઞાની જીવને ભ્રમ ઊપજે છે કે — ‘જીવ સદા સંસારી જ રહે, સિદ્ધ થઈ શકે જ નહિ; જો સિદ્ધ થાય તો સર્વથા અસત્-ઉત્પાદનો પ્રસંગ આવે.’ પરંતુ અજ્ઞાનીની આ વાત યોગ્ય નથી.
જેવી રીતે જીવને દેવાદિરૂપ એક પર્યાયના કારણનો નાશ થતાં તે પર્યાયનો નાશ થઈ અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે, તેવી રીતે જીવને સંસારપર્યાયના કારણભૂત મોહરાગદ્વેષાદિનો નાશ થતાં સંસારપર્યાયનો નાશ થઈ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. સંસારપર્યાય અને સિદ્ધપર્યાય બન્ને એક જ જીવદ્રવ્યના પર્યાયો છે.
વળી અન્ય પ્રકારે સમજાવવામાં આવે છેઃ — ધારો કે એક લાંબો વાંસ ઊભો રાખવામાં આવ્યો છે; તેનો નીચેનો કેટલોક ભાગ રંગબેરંગી કરવામાં આવ્યો છે અને બાકીનો ઉપરનો ભાગ અરંગી ( – સ્વાભાવિક શુદ્ધ) છે. આ વાંસના રંગબેરંગી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને બાકીનો બધો રંગબેરંગી ભાગ અને આખોય અરંગી ભાગ ઢાંકી દીધેલો છે. આ વાંસનો ખુલ્લો ભાગ રંગબેરંગી જોઈને અવિચારી જીવ ‘જ્યાં જ્યાં વાંસ હોય ત્યાં ત્યાં રંગબેરંગીપણું હોય’ એવી વ્યાપ્તિ ( – નિયમ, અવિનાભાવસંબંધ) કલ્પી લે છે અને આવા ખોટા વ્યાપ્તિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે ‘નીચેથી છેક ઉપર સુધી આખો વાંસ રંગબેરંગી છે’. આ અનુમાન મિથ્યા છે; કારણ કે ખરેખર તો આ વાંસનો ઉપરનો ભાગ રંગબેરંગીપણાના અભાવવાળો છે, અરંગી છે. વાંસના દ્રષ્ટાંતની માફક — કોઈ એક ભવ્ય જીવ છે; તેનો નીચેનો કેટલોક ભાગ (અર્થાત્ અનાદિ કાળથી વર્તમાન કાળ પં. ૬