जीवस्योत्पादव्ययसदुच्छेदासदुत्पादकर्तृत्वोपपत्त्युपसंहारोऽयम् । સુધીનો અને અમુક ભવિષ્ય કાળ સુધીનો ભાગ) સંસારી છે અને બાકીનો ઉપરનો અનંત ભાગ સિદ્ધરૂપ ( – સ્વાભાવિક શુદ્ધ) છે. આ જીવના સંસારી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો (પ્રગટ) છે અને બાકીનો બધો સંસારી ભાગ અને આખોય સિદ્ધરૂપ ભાગ ઢંકાયેલો (અપ્રગટ) છે. આ જીવનો ખુલ્લો (પ્રગટ) ભાગ સંસારી જોઈને અજ્ઞાની જીવ ‘જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારીપણું હોય’ એવી વ્યાપ્તિ કલ્પી લે છે અને આવા ખોટા વ્યાપ્તિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે ‘અનાદિ-અનંત આખો જીવ સંસારી છે’. આ અનુમાન મિથ્યા છે; કારણ કે આ જીવનો ઉપરનો ભાગ ( – અમુક ભવિષ્ય કાળ પછીનો બાકીનો અનંત ભાગ) સંસારીપણાના અભાવવાળો છે, સિદ્ધરૂપ છે — એમ સર્વજ્ઞપ્રણીત આગમના જ્ઞાનથી, સમ્યક્ અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી સ્પષ્ટ જણાય છે.
આમ અનેક પ્રકારે નક્કી થાય છે કે જીવ સંસારપર્યાય નષ્ટ કરી સિદ્ધપર્યાયે પરિણમે ત્યાં સર્વથા અસત્નો ઉત્પાદ થતો નથી. ૨૦.
અન્વયાર્થઃ — [एवम्] એ રીતે [गुणपर्ययैः सहितः] ગુણપર્યાયો સહિત [जीवः] જીવ [संसरन्] સંસરણ કરતો થકો [भावम्] ભાવ, [अभावम्] અભાવ, [भावाभावम्] ભાવાભાવ [च] અને [अभावभावम्] અભાવભાવને [करोति] કરે છે.
ટીકાઃ — આ, જીવને ઉત્પાદ, વ્યય, સત્-વિનાશ અને અસત્-ઉત્પાદનું કર્તાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર છે.