Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 43 of 256
PDF/HTML Page 83 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૪૩

द्रव्यं हि सर्वदाऽविनष्टानुत्पन्नमाम्नातम् ततो जीवद्रव्यस्य द्रव्यरूपेण नित्यत्वमुपन्यस्तम् तस्यैव देवादिपर्यायरूपेण प्रादुर्भवतो भावकर्तृत्वमुक्तं ; तस्यैव च मनुष्यादिपर्यायरूपेण व्ययतोऽभावकर्तृत्वमाख्यातं; तस्यैव च सतो देवादिपर्याय- स्योच्छेदमारभमाणस्य भावाभावकर्तृत्वमुदितं; तस्यैव चासतः पुनर्मनुष्यादिपर्यायस्योत्पाद- मारभमाणस्याभावभावकर्तृत्वमभिहितम् सर्वमिदमनवद्यं द्रव्यपर्यायाणामन्यतरगुणमुख्यत्वेन व्याख्यानात तथाहियदा जीवः पर्यायगुणत्वेन द्रव्यमुख्यत्वेन विवक्ष्यते तदा नोत्पद्यते, न विनश्यति, न च क्रमवृत्त्यावर्तमानत्वात् सत्पर्यायजातमुच्छिनत्ति, नासदुत्पादयति यदा तु द्रव्यगुणत्वेन पर्यायमुख्यत्वेन विवक्ष्यते तदा प्रादुर्भवति, विनश्यति, सत्पर्यायजातमतिवाहितस्वकालमुच्छिनत्ति, असदुपस्थितस्वकालमुत्पादयति चेति

દ્રવ્ય ખરેખર સર્વદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે; તેથી જીવદ્રવ્યને દ્રવ્યરૂપે નિત્યપણું કહેવામાં આવ્યું. (૧) દેવાદિપર્યાયરૂપે ઊપજતું હોવાથી તેને જ (જીવદ્રવ્યને જ) ભાવનું (ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૨) મનુષ્યાદિ- પર્યાયરૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું (વ્યયનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૩) સત્ (વિદ્યમાન) દેવાદિપર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવાભાવનું (સત્ના વિનાશનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; અને (૪) ફરીને અસત (અવિદ્યમાન) મનુષ્યાદિપર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ અભાવભાવનું (અસત્ના ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે.

આ બધું નિરવદ્ય (નિર્દોષ, નિર્બાધ, અવિરુદ્ધ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે

જ્યારે જીવ પર્યાયની ગૌણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજતો નથી, (૨) વિનાશ પામતો નથી, (૩) ક્રમવૃત્તિએ નહિ વર્તતો હોવાથી સત્ (વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરતો નથી અને (૪) અસત્ને (અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરતો નથી; અને જ્યારે જીવ દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજે છે, (૨) વિનાશ પામે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ (વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે (આવી પહોંચ્યો છે) એવા અસત્ને (અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.