अत्र सामान्येनोक्त लक्षणानां षण्णां द्रव्याणां मध्यात् पंचानामस्तिकायत्वं व्यवस्थापितम् ।
તે આ પ્રસાદ ખરેખર અનેકાંતવાદનો છે કે આવો વિરોધ પણ (ખરેખર) વિરોધ નથી. ૨૧.
અન્વયાર્થઃ — [जीवाः] જીવો, [पुद्गलकायाः] પુદ્ગલકાયો, [आकाशम्] આકાશ અને [शेषौ अस्तिकायौ] બાકીના બે અસ્તિકાયો [अमयाः] અકૃત છે, [अस्तित्वमयाः] અસ્તિત્વમય છે અને [हि] ખરેખર [लोकस्य कारणभूताः] લોકના કારણભૂત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સામાન્યપણે જેમનું સ્વરૂપ (પૂર્વે) કહેવામાં આવ્યું છે એવાં છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણું સ્થાપિત કરવામાં આવ્યું છે.
અકૃત હોવાથી, અસ્તિત્વમય હોવાથી અને અનેક પ્રકારની *પોતાની પરિણતિરૂપ લોકનાં કારણ હોવાથી જેઓ સ્વીકારવામાં ( – સંમત કરવામાં) આવ્યાં ૧. લોક છ દ્રવ્યોના અનેકવિધ પરિણામરૂપ ( – ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ) છે; તેથી છ દ્રવ્યો ખરેખર લોકનાં