वृत्तिरूपः परिणामः । स खलु सहकारिकारणसद्भावे द्रष्टः, गतिस्थित्यवगाहपरिणामवत् । છે એવાં છ દ્રવ્યોમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ ને અધર્મ પ્રદેશપ્રચયાત્મક ( – પ્રદેશોના સમૂહમય) હોવાથી એ પાંચ અસ્તિકાયો છે. કાળને પ્રદેશપ્રચયાત્મકપણાનો અભાવ હોવાથી તે ખરેખર અસ્તિકાય નથી એમ (વગર-કહ્યે પણ) સામર્થ્યથી નક્કી થાય છે. ૨૨.
અન્વયાર્થઃ — [सद्भावस्वभावानाम्] સત્તાસ્વભાવવાળાં [जीवानाम् तथा एव पुद्गलानाम् च] જીવો અને પુદ્ગલોના [परिवर्तनसम्भूतः] પરિવર્તનથી સિદ્ધ થતો [कालः] એવો કાળ [नियमेन प्रज्ञप्तः] (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે.
ટીકાઃ — કાળ અસ્તિકાયપણે અનુક્ત ( – નહિ કહેવામાં આવેલો) હોવા છતાં તેને અર્થપણું ( – પદાર્થપણું) સિદ્ધ થાય છે એમ અહીં દર્શાવ્યું છે.
આ જગતમાં ખરેખર જીવોને અને પુદ્ગલોને સત્તાસ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકવૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તે ( – પરિણામ) ખરેખર સહકારી કારણના સદ્ભાવમાં જોવામાં આવે છે, ગતિ-સ્થિતિ-અવગાહપરિણામની માફક. (જેમ