Panchastikay Sangrah (Gujarati). Gatha: 24.

< Previous Page   Next Page >


Page 46 of 256
PDF/HTML Page 86 of 296

 

background image
૪૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यस्तु सहकारिकारणं स कालः तत्परिणामान्यथानुपपत्तिगम्यमानत्वादनुक्तोऽपि निश्चय-
कालोऽस्तीति निश्चीयते यस्तु निश्चयकालपर्यायरूपो व्यवहारकालः स जीवपुद्गल-
परिणामेनाभिव्यज्यमानत्वात्तदायत्त एवाभिगम्यत एवेति ।।२३।।
ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य
अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ।।२४।।
ગતિ, સ્થિતિ અને અવગાહરૂપ પરિણામો ધર્મ, અધર્મ અને આકાશરૂપ સહકારી
કારણોના સદ્ભાવમાં હોય છે, તેમ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકતારૂપ પરિણામ સહકારી
કારણના સદ્ભાવમાં હોય છે.) આ જે સહકારી કારણ તે કાળ છે.
જીવ-પુદ્ગલના
પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જણાતો હોવાથી, નિશ્ચયકાળ(અસ્તિકાયપણે)
અનુક્ત હોવા છતાં પણ(દ્રવ્યપણે) વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અને જે
નિશ્ચયકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ તે, જીવ-પુદ્ગલોના પરિણામથી વ્યક્ત (ગમ્ય)
થતો હોવાથી જરૂર તદાશ્રિત જ (જીવ અને પુદ્ગલના પરિણામને આશ્રિત જ)
ગણવામાં આવે છે. ૨૩.
રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે,
છે મૂર્તિહીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪.
૧. જોકે કાળદ્રવ્ય જીવ-પુદ્ગલોના પરિણામ ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પરિણામને પણ નિમિત્તભૂત
છે તોપણ જીવ-પુદ્ગલોના પરિણામ સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં
માત્ર તે બેના પરિણામની જ વાત લેવામાં આવી છે.
૨. અન્યથા અનુપપત્તિ=બીજી કોઈ રીતે નહિ બની શકવું તે. [જીવ-પુદ્ગલોના ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક
પરિણામ એટલે તેમની સમયવિશિષ્ટ વૃત્તિ. તે સમયવિશિષ્ટ વૃત્તિ સમયને ઉત્પન્ન કરનારા કોઈ
પદાર્થ વિના (
નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ. જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહ પામી
શકે નહિ અર્થાત્ તેમને વિસ્તાર (તિર્યકપણું) હોઈ શકે નહિ તેમ નિશ્ચયકાળ વિના દ્રવ્યો
પરિણામ પામી શકે નહિ અર્થાત્ તેમને પ્રવાહ (ઊર્ધ્વપણું) હોઈ શકે નહિ. આ પ્રમાણે
નિશ્ચયકાળની હયાતી વિના (અર્થાત્ નિમિત્તભૂત કાળદ્રવ્યના સદ્ભાવ વિના) બીજી કોઈ રીતે
જીવ-પુદ્ગલના પરિણામ બની શકતા નથી તેથી ‘નિશ્ચયકાળ વિદ્યમાન છે’ એમ જણાય છે
નક્કી થાય છે.]