૪૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती ।
मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ।।२५।।
समयो निमिषः काष्ठा कला च नाली ततो दिवारात्रः ।
मासर्त्वयनसंवत्सरमिति कालः परायत्तः ।।२५।।
अत्र व्यवहारकालस्य कथंचित्परायत्तत्वं द्योतितम् ।
परमाणुप्रचलनायत्तः समयः । नयनपुटघटनायत्तो निमिषः । तत्संख्याविशेषतः काष्ठा
कला नाली च । गगनमणिगमनायत्तो दिवारात्रः । तत्संख्याविशेषतः मासः, ऋतुः, अयनं,
संवत्सरः इति । एवंविधो हि व्यवहारकालः केवलकालपर्यायमात्रत्वेनावधारयितुमशक्यत्वात्
परायत्त इत्युपमीयत इति ।।२५।।
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે કાળ કોઈ દ્રવ્યને પરિણમાવતો નથી, સંપૂર્ણ
સ્વતંત્રતાથી સ્વયમેવ પરિણમતાં દ્રવ્યોને તે બાહ્યનિમિત્તમાત્ર છે.
આ પ્રમાણે નિશ્ચયકાળનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું. ૨૪.
જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, તુ અને
જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. ૨૫.
અન્વયાર્થઃ — [समयः] સમય, [निमिषः] નિમેષ, [काष्ठा] કાષ્ઠા, [कला च] કળા,
[नाली] ઘડી, [ततः दिवारात्रः] અહોરાત્ર ( – દિવસ), [मासर्त्वयनसंवत्सरम्] માસ, તુ, અયન
અને વર્ષ — [इति कालः] એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ) [परायत्तः] તે પરાશ્રિત છે.
ટીકાઃ — અહીં વ્યવહારકાળનું કથંચિત્ પરાશ્રિતપણું દર્શાવ્યું છે.
પરમાણુના ગમનને આશ્રિત સમય છે; આંખના વીંચાવાને આશ્રિત નિમેષ છે;
તેની ( – નિમેષની) અમુક સંખ્યાથી કાષ્ઠા, કળા અને ઘડી હોય છે; સૂર્યના ગમનને
આશ્રિત અહોરાત્ર હોય છે; અને તેની ( – અહોરાત્રની) અમુક સંખ્યાથી માસ, તુ,
અયન ને વર્ષ હોય છે. — આવો વ્યવહારકાળ કેવળ કાળના પર્યાયમાત્રપણે અવધારવો
અશક્ય હોવાથી (અર્થાત્ પરની અપેક્ષા વિના — પરમાણુ, આંખ, સૂર્ય વગેરે પર
પદાર્થોની અપેક્ષા વિના — વ્યવહારકાળનું માપ નક્કી કરવું અશક્ય હોવાથી) તેને
‘પરાશ્રિત’ એવી ઉપમા આપવામાં આવે છે.