કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૫૧
इति समयव्याख्यायामन्तर्नीतषड्द्रव्यपञ्चास्तिकायसामान्यव्याख्यानरूपः पीठबन्धः
समाप्तः ।।
अथामीषामेव विशेषव्याख्यानम् । तत्र तावत् जीवद्रव्यास्तिकायव्याख्यानम् ।
એ રીતે જોકે વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવાથી તેને ઉપચારથી
પુદ્ગલાશ્રિત કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી તે કેવળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે,
પુદ્ગલથી સર્વથા ભિન્ન છે — એમ સમજવું. જેમ દસ શેર પાણીના માટીમય ઘડાનું
માપ પાણી દ્વારા થતું હોવા છતાં ઘડો માટીના જ પર્યાયરૂપ છે, પાણીના પર્યાયરૂપ
નથી, તેમ સમય-નિમેષાદિ વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવા છતાં
વ્યવહારકાળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલના પર્યાયરૂપ નથી.
કાળસંબંધી ગાથાસૂત્રોના કથનનો સંક્ષેપ આ પ્રમાણે છેઃ — જીવપુદ્ગલોના
પરિણામમાં (સમયવિશિષ્ટ વૃત્તિમાં) વ્યવહારે સમયની અપેક્ષા આવે છે; તેથી સમયને
ઉત્પન્ન કરનારો કોઈ પદાર્થ અવશ્ય હોવો જોઈએ. આ પદાર્થ તે કાળદ્રવ્ય છે. કાળદ્રવ્ય
પરિણમવાથી વ્યવહારકાળ થાય છે અને તે વ્યવહારકાળ પુદ્ગલ દ્વારા મપાતો હોવાથી
તેને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની માફક નિશ્ચયવ્યવહારરૂપ
કાળ પણ લોકરૂપે પરિણત છે એમ સર્વજ્ઞોએ જોયું છે અને અતિ તીક્ષ્ણ દ્રષ્ટિ વડે
સ્પષ્ટ સમ્યક્ અનુમાન પણ થઈ શકે છે.
કાળસંબંધી કથનનો તાત્પર્યાર્થ નીચે પ્રમાણે ગ્રહવાયોગ્ય છેઃ — અતીત અનંત
કાળમાં જીવને એક ચિદાનંદરૂપ કાળ જ (સ્વકાળ જ) જેનો સ્વભાવ છે એવા
જીવાસ્તિકાયની ઉપલબ્ધિ થઈ નથી; તે જીવાસ્તિકાયનું જ સમ્યક્ શ્રદ્ધાન, તેનું જ
રાગાદિથી ભિન્નરૂપે ભેદજ્ઞાન અને તેમાં જ રાગાદિવિભાવરૂપ સમસ્ત સંકલ્પ-
વિકલ્પજાળના ત્યાગ વડે સ્થિર પરિણતિ કર્તવ્ય છે. ૨૬.
આ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયના
સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા સમાપ્ત થઈ.
હવે તેમનું જ ( – ષડ્દ્રવ્ય અને પંચાસ્તિકાયનું જ) વિશેષ વ્યાખ્યાન
કરવામાં આવે છે. તેમાં પ્રથમ, જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.