૫૨
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता ।
भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो ।।२७।।
जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता ।
भोक्ता च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्त : ।।२७।।
अत्र संसारावस्थस्यात्मनः सोपाधि निरुपाधि च स्वरूपमुक्त म् ।
आत्मा हि निश्चयेन भावप्राणधारणाज्जीवः, व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः । निश्चयेन
चिदात्मकत्वात्, व्यवहारेण चिच्छक्ति युक्त त्वाच्चेतयिता । निश्चयेनापृथग्भूतेन, व्यवहारेण
पृथग्भूतेन चैतन्यपरिणामलक्षणेनोपयोगेनोपलक्षितत्वादुपयोगविशेषितः । निश्चयेन भावकर्मणां,
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે,
કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.
અન્વયાર્થઃ — [जीवः इति भवति] (સંસારસ્થિત) આત્મા જીવ છે, [चेतयिता]
ચેતયિતા (ચેતનારો) છે, [उपयोगविशेषितः] ઉપયોગલક્ષિત છે, [प्रभुः] પ્રભુ છે, [कर्ता]
કર્તા છે, [भोक्ता] ભોક્તા છે, [देहमात्रः] દેહપ્રમાણ છે, [न हि मूर्तः] અમૂર્ત છે [च]
અને [कर्मसंयुक्तः] કર્મસંયુક્ત છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સંસાર-અવસ્થાવાળા આત્માનું ૧સોપાધિ અને
નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા નિશ્ચયે ભાવપ્રાણના ધારણને લીધે ‘જીવ’ છે, વ્યવહારે (અસદ્ભૂત
વ્યવહારનયે) દ્રવ્યપ્રાણના ધારણને લીધે ‘જીવ’ છે; નિશ્ચયે ૨ચિત્સ્વરૂપ હોવાથી
‘ચેતયિતા’ (ચેતનારો) છે, વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે) ચિત્શક્તિયુક્ત હોવાથી
‘ચેતયિતા’ છે; નિશ્ચયે ૩અપૃથગ્ભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત
હોવાથી ‘ઉપયોગલક્ષિત’ છે, વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે) પૃથગ્ભૂત એવા
૧. સોપાધિ=ઉપાધિ સહિત; જેમાં પરની અપેક્ષા આવતી હોય એવું.
૨. નિશ્ચયે ચિત્શક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે; તેથી નિશ્ચયે આત્મા ચિત્શક્તિ-
સ્વરૂપ છે અને વ્યવહારે ચિત્શક્તિવાન છે.
૩. અપૃથગ્ભૂત=અપૃથક્; અભિન્ન. (નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક્ છે અને વ્યવહારે પૃથક્ છે.)