કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
૫૩
ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી ‘ઉપયોગલક્ષિત’ છે; નિશ્ચયે
ભાવકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ (સમર્થ)
હોવાથી ‘પ્રભુ’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) દ્રવ્યકર્મોનાં આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી ‘પ્રભુ’ છે; નિશ્ચયે પૌદ્ગલિક કર્મો
જેમનું નિમિત્ત છે એવા આત્મપરિણામોનું કર્તૃત્વ હોવાથી ‘કર્તા’ છે, વ્યવહારે
(અસદ્ભૂત વ્યવહારનયે) આત્મપરિણામો જેમનું નિમિત્ત છે એવાં પૌદ્ગલિક કર્મોનું
કર્તૃત્વ હોવાથી ‘કર્તા’ છે; નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવા સુખદુઃખ-
પરિણામોનું ભોક્તૃત્વ હોવાથી ‘ભોક્તા’ છે, વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે)
શુભાશુભ કર્મોથી સંપાદિત (પ્રાપ્ત) ઇષ્ટાનિષ્ટ વિષયોનું ભોક્તૃત્વ હોવાથી ‘ભોક્તા’ છે;
નિશ્ચયે લોકપ્રમાણ હોવા છતાં, વિશિષ્ટ અવગાહપરિણામની શક્તિવાળો હોવાથી
નામકર્મથી રચાતા નાના – મોટા શરીરમાં રહેતો થકો વ્યવહારે (સદ્ભૂત વ્યવહારનયે)
‘દેહપ્રમાણ’ છે; વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) કર્મો સાથે એકત્વપરિણામને લીધે
મૂર્ત હોવા છતાં, નિશ્ચયે અરૂપી-સ્વભાવવાળો હોવાને લીધે ‘અમૂર્ત’ છે; *નિશ્ચયે
પુદ્ગલપરિણામને અનુરૂપ ચૈતન્યપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી ‘કર્મસંયુક્ત’
છે; વ્યવહારે (અસદ્ભૂત વ્યવહારનયે) ચૈતન્યપરિણામને અનુરૂપ પુદ્ગલપરિણામાત્મક
કર્મો સાથે સંયુક્ત હોવાથી ‘કર્મસંયુક્ત’ છે.
ભાવાર્થઃ — પહેલી ૨૬ ગાથાઓમાં ષડ્દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સામાન્ય
*સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુદ્ગલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે
(અર્થાત્ ભાવકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે અને વ્યવહારે નિમિત્તભૂત આત્મપરિણામોને
અનુરૂપ એવાં નૈમિત્તિક પુદ્ગલકર્મો સાથે (અર્થાત્ દ્રવ્યકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે.
व्यवहारेण द्रव्यकर्मणामास्रवणबन्धनसंवरणनिर्जरणमोक्षणेषु स्वयमीशत्वात् प्रभुः ।
निश्चयेन पौद्गलिककर्मनिमित्तात्मपरिणामानां, व्यवहारेणात्मपरिणामनिमित्तपौद्गलिककर्मणां
कर्तृत्वात्कर्ता । निश्चयेन शुभाशुभकर्मनिमित्तसुखदुःखपरिणामानां, व्यवहारेण शुभाशुभ-
कर्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृ त्वाद्भोक्ता । निश्चयेन लोकमात्रोऽपि विशिष्टावगाह-
परिणामशक्ति युक्त त्वान्नामकर्मनिर्वृत्तमणु महच्च शरीरमधितिष्ठन् व्यवहारेण देहमात्रः ।
व्यवहारेण कर्मभिः सहैकत्वपरिणामान्मूर्तोऽपि निश्चयेन नीरूपस्वभावत्वान्न हि मूर्तः ।
निश्चयेन पुद्गलपरिणामानुरूपचैतन्यपरिणामात्मभिः, व्यवहारेण चैतन्यपरिणामानुरूपपुद्गल-
परिणामात्मभिः कर्मभिः संयुक्त त्वात्कर्मसंयुक्त इति ।।२७।।