Panchastikay Sangrah (Gujarati). Gatha: 28.

< Previous Page   Next Page >


Page 54 of 256
PDF/HTML Page 94 of 296

 

background image
૫૪
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
નિરૂપણ કરીને, હવે આ ૨૭મી ગાથાથી તેમનું વિશેષ નિરૂપણ શરૂ કરવામાં આવ્યું
છે. તેમાં પ્રથમ, જીવનું (આત્માનું) નિરૂપણ શરૂ કરતાં આ ગાથામાં સંસારસ્થિત
આત્માને જીવ (અર્થાત્ જીવત્વવાળો), ચેતયિતા, ઉપયોગલક્ષણવાળો, પ્રભુ, કર્તા ઇત્યાદિ
કહ્યો છે. જીવત્વ, ચેતયિતૃત્વ, ઉપયોગ, પ્રભુત્વ, કર્તૃત્વ ઇત્યાદિનું વિવરણ આગળની
ગાથાઓમાં આવશે. ૨૭.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને,
સર્વજ્ઞદર્શી તે અનંત અનિંદ્રિ સુખને અનુભવે. ૨૮.
અન્વયાર્થ[कर्ममलविप्रमुक्तः] કર્મમળથી મુક્ત આત્મા [ऊर्ध्वं] ઊંચે [लोकस्य
अन्तम्] લોકના અંતને [अधिगम्य] પામીને [सः सर्वज्ञानदर्शी] તે સર્વજ્ઞ-સર્વદર્શી [अनंतम्]
અનંત [अनिन्द्रियम्] અનિંદ્રિય [सुखम्] સુખને [लभते] અનુભવે છે.
ટીકાઅહીં મુક્તાવસ્થાવાળા આત્માનું નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા (કર્મરજના) પરદ્રવ્યપણાને લીધે કર્મરજથી સંપૂર્ણપણે જે ક્ષણે મુકાય છે
(મુક્ત થાય છે), તે જ ક્ષણે (પોતાના) ઊર્ધ્વગમનસ્વભાવને લીધે લોકના અંતને
પામીને આગળ ગતિહેતુનો અભાવ હોવાથી (ત્યાં) સ્થિર રહેતો થકો, કેવળજ્ઞાન અને
કેવળદર્શન (નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેમનાથી નહિ મુકાતો થકો અનંત અતીંદ્રિય
સુખને અનુભવે છે. તે મુક્ત આત્માને, ભાવપ્રાણધારણ જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવું
कम्ममलविप्पमुक्को उड्ढं लोगस्स अंतमधिगंता
सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।।२८।।
कर्ममलविप्रमुक्त ऊर्ध्वं लोकस्यान्तमधिगम्य
स सर्वज्ञानदर्शी लभते सुखमनिन्द्रियमनन्तम् ।।२८।।
अत्र मुक्तावस्थस्यात्मनो निरुपाधि स्वरूपमुक्त म्
आत्मा हि परद्रव्यत्वात्कर्मरजसा साकल्येन यस्मिन्नेव क्षणे मुच्यते तस्मिन्नेवो-
र्ध्वगमनस्वभावत्वाल्लोकान्तमधिगम्य परतो गतिहेतोरभावादवस्थितः केवलज्ञानदर्शनाभ्यां
स्वरूपभूतत्वादमुक्तोऽनन्तमतीन्द्रियं सुखमनुभवति
मुक्त स्य चास्य भावप्राणधारणलक्षणं