Panchastikay Sangrah (Gujarati). Gatha: 29.

< Previous Page   Next Page >


Page 56 of 256
PDF/HTML Page 96 of 296

 

background image
૫૬
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વિનાશ પામે છે, ત્યારે તે જ્ઞેયભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપદ્ વ્યાપાર કરતી થકી
કથંચિત
કૂટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ
(ચિત્શક્તિના વિવર્તનનો અભાવ), ખરેખર નિશ્ચિત (નિયત, અચળ) સર્વજ્ઞપણાની અને
સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે. આ જ, દ્રવ્યકર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કર્તૃત્વનો
વિનાશ છે; આ જ, વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે
ઔપાધિક સુખદુઃખ-
પરિણામોના ભોક્તૃત્વનો વિનાશ છે; અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી
જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને સ્વતંત્રસ્વરૂપાનુભૂતિલક્ષણ સુખનું
(
સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોક્તૃત્વ છે. ૨૮.
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની-સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.
અન્વયાર્થ[सः चेतयिता] તે ચેતયિતા (ચેતનારો આત્મા) [सर्वज्ञः] સર્વજ્ઞ
[] અને [सर्वलोकदर्शी] સર્વલોકદર્શી [स्वयं जातः] સ્વયં થયો થકો, [स्वकम्] સ્વકીય
૧. કૂટસ્થ=સર્વકાળે એક રૂપે રહેનારી; અચળ. [જ્ઞાનાવરણાદિકર્મોનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિત્શક્તિ
સર્વથા અપરિણામી થઈ જતી નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પલટાતી નથી
સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત્ કૂટસ્થ કહી છે.]
૨. ઔપાધિક=દ્રવ્યકર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મરૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા;
અસ્વાભાવિક; વૈભાવિક; વિકારી.
सर्वदेशेषु युगपद्वयापृता कथञ्चित्कौटस्थ्यमवाप्य विषयान्तरमनाप्नुवन्ती न विवर्तते
स खल्वेष निश्चितः सर्वज्ञसर्वदर्शित्वोपलम्भः अयमेव द्रव्यकर्मनिबन्धनभूतानां भाव-
कर्मणां कर्तृत्वोच्छेदः अयमेव च विकारपूर्वकानुभवाभावादौपाधिकसुखदुःखपरिणामानां
भोक्तृ त्वोच्छेदः इदमेव चानादिविवर्तखेदविच्छित्तिसुस्थितानन्तचैतन्यस्यात्मनः स्वतन्त्र-
स्वरूपानुभूतिलक्षणसुखस्य भोक्तृ त्वमिति ।।२८।।
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरिसी य
पप्पोदि सुहमणंतं अव्वाबाधं सगममुत्तं ।।२९।।
जातः स्वयं स चेतयिता सर्वज्ञः सर्वलोकदर्शी च
प्राप्नोति सुखमनन्तमव्याबाधं स्वकममूर्तम् ।।२९।।