Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1002 of 4199

 

૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

(आर्या)
यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म।
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१।।

(आर्या)

एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य।
एकस्य
परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२।।

એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો. ભાવાર્થઃ– આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની-બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-એ મોટો દોષ ઊપજે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यः परिणमति स कर्ता] જે પરિણમે છે તે કર્તા છે, [यः परिणामः भवेत् तत् कर्म] (પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [तु] અને [या परिणतिः सा क्रिया] જે પરિણતિ છે તે ક્રિયા છે; [त्रयम् अपि] એ ત્રણેય, [वस्तुतया भिन्नं न] વસ્તુપણે ભિન્ન નથી. ભાવાર્થઃ– દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. ભેદદ્રષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદ્રષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧. ફરી પણ કહે છે કેઃ- શ્લોકાર્થઃ– [एकः परिणमति सदा] વસ્તુ એક જ સદા પરિણમે છે, [एकस्य सदा परिणामः जायते] એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે) અને [एकस्य परिणतिः स्यात्] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [यतः] કારણ કે [अनेकम् अपि एकम् एव] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી. ભાવાર્થઃ– એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પ૨.