૨૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
‘દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. શુદ્ધ પરિણામ હો કે અશુદ્ધ પરિણામ હો, રાગના પરિણામ હો કે અરાગના પરિણામ હો, દ્રવ્યદ્રષ્ટિથી પરિણામ અને પરિણામી અભેદ છે, અને પર્યાયદ્રષ્ટિથી ભેદ છે.
શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧પમાં આવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ બધા ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદ્રષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદ્રષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદ્રષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે –‘पज्जयमूढा हि परसमया’ પર્યાયમૂઢ જીવો પરસમય છે.
ત્યારે કોઈ વાંધો લે છે કે પર્યાય તો પોતાની છે. તેને માને તે મૂઢ કેમ કહેવાય? તેને કહે છે- અરે ભાઈ! એક સમયની પર્યાયને પોતાનું સ્વરૂપ માને તે પરસમય છે કેમકે પર્યાય જેટલો જ ત્રિકાળી આત્મા નથી. પર્યાય જેટલો આત્માને માને અને ત્રિકાળી દ્રવ્યને ન માને તે પર્યાયમાં મૂઢ છે, તે પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે. સમકિતી જીવની પ્રશંસા કરતાં નાટક સમયસારમાં બનારસીદાસ કહે છે કે-
સમકિતીને પર્યાયબુદ્ધિ હોતી નથી. ધર્માત્મા તો સ્વરૂપના લક્ષના લક્ષપતિ છે. ધનાદિ સંપત્તિના સ્વામી લખપતિ એ વાત નહિ. નિજ ચૈતન્યસ્વરૂપ લક્ષ્મીનું જેને લક્ષ છે તે લક્ષપતિ છે. અજાચી લક્ષપતિ છે એટલે પરથી પોતાનું કાર્ય થાય એમ માનતા નથી. અહાહા..! ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી આવા હોય છે. મુનિપણાની તો શી વાત! અહો મુનિપણું! ધન્ય ક્ષણ! ધન્ય અવતાર! મુનિપણું એ તો સાક્ષાત્ ચારિત્રની આનંદદશા! લોકો સમ્યગ્દર્શન વિના વ્રતાદિ ગ્રહીને ચારિત્ર માને છે, પણ એમાર્ગ નથી.
અહીં કહે છે-દ્રવ્યદ્રષ્ટિએ પરિણામ અને પરિણામી અભેદ છે અને પર્યાયદ્રષ્ટિએ ભેદ છે. ‘ભેદદ્રષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં