Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1013 of 4199

 

સમયસાર ગાથા ૮૬ ] [ ૨૪૧

અભેદદ્રષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા કર્મ અને ક્રિયા -ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી.’ પરના પ્રદેશ ભિન્ન છે અહીં એ અપેક્ષાએ કથન છે. નિશ્ચયથી પર્યાયના પ્રદેશ ભિન્ન કહેવામાં આવે છે. અહીં તો પરના પ્રદેશથી પોતાના પ્રદેશ ભિન્ન સિદ્ધ કરવાની વાત છે.

નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ! પોતાની કેવળજ્ઞાનની પર્યાય, પોતાની સમ્યગ્દર્શનની પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બન્ને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે- વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. ત્યાં તો એટલી વાત છે પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર ભિન્ન, તેની શક્તિ ભિન્ન; પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય, સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. અહો! આવું અતિ સૂક્ષ્મ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે.

સમયસાર કળશ ૧૩૧ માં કહ્યું છે કે-

भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतः बद्धा बद्धा ये किल
केचन।।

જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે એના જ અભાવથી બંધાયા છે. ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે એમ કહ્યું છે પણ કર્મના કારણે બંધાયા છે એમ નથી કહ્યું. તેમ વ્યવહારના રાગથી સિદ્ધપદ પામ્યા છે એમ નથી પણ એનાથી ભિન્નપણાનું ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે.

લોકોને સત્ય વાત સાંભળવા મળી નથી એટલે ‘ચોર કોટવાળને દંડે’ એ ન્યાયે સત્ય વાતને જૂઠી ઠરાવવા લાગ્યા છે; શું થાય? અહીં કહે છે કે -અજ્ઞાનભાવે વિકારના પરિણામનો કર્તા આત્મા છે અને જ્ઞાનભાવે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે. કર્તા અને કર્મ બે ભિન્ન પાડવા તે ભેદકથન છે, ઉપચાર છે. પર્યાયનો કર્તા આત્મા અને પર્યાય એનું કર્મ એમ ભેદ કરવો તે ઉપચાર છે. આત્મા રાગનો કર્તા અને પરનો કર્તા-એ તો કયાંય રહી ગયું. ભાઈ! આવો ભેદજ્ઞાનનો અતિ સૂક્ષ્મ માર્ગ છે.

અહાહા...! એ ભેદજ્ઞાનનું ફળ શું? તો કહે છે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદે કહ્યું છે ને કે-

“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”

ભેદજ્ઞાનના ફળમાં સાદિ, અનંતકાળ જીવ અનંત સુખ-સમાધિદશામાં રહેશે.