સમયસાર ગાથા ૮૭ ] [ ૨૬૯
પોતે પરિણમ્યોછે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે. ત્યાં મોર પરિણમ્યો છે એમ નથી. તથા એ દર્પણની વિકૃતિ મોરને લઈને થઈ છે એમ નથી. મોર તો નિમિત્તમાત્ર છે. તેમ આત્મામાં જે વિકાર થાય છે તે આત્માની પર્યાય છે. કર્મ ત્યાં વિકારપણે પરિણમ્યું નથી. કર્મને લઈને વિકાર થયો છે એમ નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવમાં વિકાર તેની પોતાની યોગ્યતાથી થયો છે. અજ્ઞાનદશામાં વિકારની ક્રિયા કરવાવાળો જીવ છે અને ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થતાં જ્ઞાની દ્રવ્યદ્રષ્ટિએ વિકારને પરનો જાણે છે કારણ કે તે ચૈતન્યનો સ્વભાવ નથી. આવી વાત છે.
ઊંધો પુરુષાર્થ કરીને પરવલણના ભાવો કરે તો ધર્મ થતો નથી અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતે પુરુષાર્થને સુલટાવીને સ્વવલણ કરે તો ધર્મ અવશ્ય થાય છે. ધર્મ કરવામાં કર્મ નડતું નથી અને વિકારપણે પરિણમે ત્યાં પણ કર્મ કાંઈ કરતું નથી.
એક ભાઈ કહેતા હતા કે ભવિષ્યનું આયુષ્ય બંધાઈ ગયું છે માટે પરિણામ સુધરતા નથી. જુઓ, શ્રેણીક રાજાને નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો ચારિત્ર લઈ શકયા નહિ. આ માન્યતા બરાબર નથી. નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય તોપણ જીવ સમ્યગ્દર્શન પામે છે. શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પછી સમ્યગ્દર્શન પામ્યા; અને આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. ગતિ ન ફરી, પણ આયુષ્યની સ્થિતિ તૂટી ગઈ. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિત પામ્યા છે અને ત્યાં નરકમાં ક્ષણે ક્ષણે તીર્થંકરગોત્ર બાંધે છે. નરકગતિનો બંધ પડયો માટે ચારિત્ર ન લઈ શકયા એ વાત બરાબર નથી. પોતાના એવા જ પુરુષાર્થના કારણે ચારિત્ર લઈ શકયા ન હોતા. શ્રેણીક રાજાને નરકમાં જવાની ભાવના ન હતી પણ કર્મ લઈ ગયાં એમ કોઈ કહે તો તે વાત પણ યથાર્થ નથી. નરકમાં જવાની પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી તે નરકમાં ગયા છે. નરકનું આયુષ્ય બાંધ્યું માટે નરકમાં જવું પડયું એમ નથી. પોતાની પર્યાયની યોગ્યતાથી ક્ષેત્રાંતર થઈને નરકમાં ગયા છે; કર્મના કારણે બીલકુલ નહિ એમ અહીં કહ્યું છે.
‘પુદ્ગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.’
મરચામાં તીખાશનું જીવને જ્ઞાન થતાં તીખાશનો મને સ્વાદ આવ્યો એવો