૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ નિરંજન [भावः] (એક) ભાવ છે તોપણ- [त्रिविधः] ત્રણ પ્રકારનો થયો થકો [सः उपयोगः] તે ઉપયોગ [यं] જે [भावम्] (વિકારી) ભાવને [करोति] પોતે કરે છે [तस्य] તે ભાવનો [सः] તે [कर्ता] કર્તા [भवति] થાય છે.
ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (-કારણથી) -જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છેઃ-
‘એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (કારણથી)-જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેક ભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
જુઓ! આચાર્યદેવે શું અદ્ભુત વાત કરી છે! કહે છે કે પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. અહાહા.....! આત્માનો ત્રિકાળી જ્ઞાનદર્શનનો જે ઉપયોગ છે તે શુદ્ધ છે. વસ્તુ-દ્રવ્ય શુદ્ધ, તેના ગુણ શુદ્ધ અને તેનો વર્તમાન વર્તતો ત્રિકાળી કારણપર્યાયરૂપ અંશ પણ શુદ્ધ છે, નિરંજન એટલે અંજન રહિત-મલિનતા રહિત છે અને અનાદિ-નિધન એટલે અનાદિ અનંત છે. જ્ઞાનદર્શનનો આ ઉપયોગ વસ્તુના સર્વસ્વભૂત છે, સંપૂર્ણ છે. તે ઉપયોગ ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે. આમ પરમાર્થથી આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે.