સમયસાર ગાથા-૯૦ ] [ ૩
તોપણ અશુદ્ધ, સાંજન, અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે. મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિરૂપ પરિણામનો કર્તા અજ્ઞાનીનો આત્મા છે, જડકર્મ તે ભાવનો કર્તા નથી.
પ્રશ્નઃ– શું વિકાર કર્મના નિમિત્ત વિના થાય છે?
ઉત્તરઃ– હા, વિકાર થાય છે તે પર અને નિમિત્તની અપેક્ષા વિના પોતાથી સ્વતંત્ર થાય છે. વિકાર નિશ્ચયથી પોતાથી થાય છે; તેમાં પર વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત વિકારનું કર્તા છે એમ નથી.
પ્રશ્નઃ– વિકાર પરના નિમિત્ત વિના થાય તો વિકાર સ્વભાવ થઈ જશે.
ઉત્તરઃ– વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે. એમ સમયની પર્યાયની તે યોગ્યતા-સ્વભાવ છે. કર્મનું નિમિત્ત હો, પણ વિકાર થવામાં જડકર્મ અકિંચિત્કર છે. જ્ઞાનમાં જે હીણી અવસ્થા થાય છે તે પોતાની યોગ્યતાથી થાય છે; તેમાં જ્ઞાનાવરણીય કર્મ કાંઈ કરતું નથી. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનની હીણી દશામાં નિમિત્ત હો, પણ તે કર્તા નથી.
લૌકિક જનો જગતકર્તા ઈશ્વરને માને છે અને કોઈ જૈનો (જૈનાભાસીઓ) જડકર્મને કર્તા માને છે; પણ વસ્તુસ્વરૂપ એમ નથી. શાસ્ત્રમાં કથન આવે કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન પ્રગટ થવામાં આવરણ કરે, પણ એ તો નિમિત્તનું કથન છે. ખરેખર જડકર્મ આત્માના જ્ઞાનને આવરણ કરતું નથી.
જીવમાં વિકારની પર્યાય ઉત્પન્ન થાય છે તે એની જન્મક્ષણ છે. પ્રવચનસાર ગાથા ૧૦૨માં પાઠ છે કે સર્વદ્રવ્યોમાં જે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે એનો સ્વકાળ-જન્મક્ષણ છે. તે પર્યાય પરથી ઉત્પન્ન થાય છે એમ છે નહિ. ઉચિત બાહ્ય નિમિત્ત હો, પણ નિમિત્ત દ્રવ્યના પરિણામનું કર્તા નથી.
તત્ત્વાર્થરાજવાર્તિકમાં જે બે કારણની વાત આવે છે એ ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવ્યું છે. દરેક કાર્ય પોતાથી સ્વતંત્રણે થાય છે એ વાત રાખીને એમાં નિમિત્ત કોણ છે એનું સાથે જ્ઞાન કરાવ્યું છે. કાર્ય પોતાથી થાય છે એ નિશ્ચયની વાતને નિષેધીને શું કાર્યનો કર્તા નિમિત્ત છે એમ ત્યાં કહ્યું છે? તો તો પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. નિશ્ચયથી પરિણતિ પોતે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે એ વાતને સિદ્ધ રાખીને જોડે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે તે પ્રમાણનો વિષય છે.
કોઈ માને કે કર્મનું જોર છે તો વિકાર કરવો પડે તો તે માન્યતા બરાબર નથી. જીવને વિકાર થાય છે એમાં નિમિત્તનું બીલકુલ કર્તાપણું નથી. કહે છે ને કે-અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેના નિમિત્તે ઉપયોગ ત્રણ