સમયસાર ગાથા-૯૧ ] [ ૧૩
કોઈ કહે છે કે આ તો એકાન્ત છે. તેને કહે છે-સાંભળ, ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. જડની પર્યાય જડથી સ્વતંત્રપણે થાય છે, તેનો કર્તા આત્મા નથી. જેટલા પ્રમાણમાં જીવ રાગદ્વેષ કરે છે તેટલા પ્રમાણમાં ત્યાં ચારિત્રમોહકર્મ બંધાય છે. છતાં રાગદ્વેષના જે પરિણામ થાય છે તે ચારિત્રમોહકર્મના બંધના કર્તા નથી. અહીં કહ્યું છે ને કે જીવના મિથ્યાદર્શનાદિ ભાવ પુદ્ગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા તેનો કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ મોહનીયાદિ કર્મપણે પરિણમે છે. મોહનીયરૂપે કર્મની પર્યાય થાય તેનો આત્મા કર્તા નથી. આત્મા જડ કર્મનો કર્તા નથી. કર્મની પર્યાય પોતાના કર્તા ગુણથી પોતાની કર્મપરિણતિનો કર્તા થાય છે.
‘આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે; તે ભાવોનો પોતે કર્તા થાય છે.’ અહીં અજ્ઞાનીની વાત છે. સમ્યગ્દ્રષ્ટિ રાગનો કર્તા નથી. નાટક સમયસારમાં આવે છે ને કે-
દયા, દાન, વ્રત આદિ શુભભાવનો જે કર્તા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાની તો શુભભાવનો જાણનહારો છે. આત્મા સ્વભાવે જ્ઞાનનો કંદ પ્રભુ છે. માટે આત્મા જાણવાનું કામ કરે. રાગનું કામ થાય તેનો જ્ઞાની કર્તા નથી. સમકિતીને ચોથે ગુણસ્થાને જે રાગ થાય તેનો તે જાણનાર છે, કર્તા નથી. આત્માની શક્તિઓ સર્વ શુદ્ધ છે. ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ શક્તિવાન ચૈતન્યઘન પ્રભુ આત્મા ઉપર છે. તેથી જે આ રાગાદિ વિકાર થાય તેનો એ જાણનાર છે, કર્તા નથી. તેને રાગનું પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે. પરંતુ શુદ્ધ દ્રષ્ટિની અપેક્ષાએ જ્ઞાની રાગનો કર્તા નથી.
અહો! આવું સત્ય નિરૂપણ એક દિગંબરમાં જ છે, બીજે કયાંય નથી. વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક કહે છે અને ભૂલને માયાજાળ માને છે. પણ એમ નથી. માયાજાળ પણ વસ્તુ છે અને તેને પોતાની માને તે મૂઢ છે.
આત્મા રાગના કર્તાપણે પરિણમે તે અજ્ઞાનભાવ છે. તે અજ્ઞાનવશ કોઈ સાથે મમત્વ- મિથ્યાત્વનો ભાવ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે તે ભાવોનો તે સ્વયં કર્તા થાય છે. મારી લક્ષ્મી, મારું મકાન, મારું સોનું-ઝવેરાત, મારો પુત્ર, મારી આબરૂ ઇત્યાદિ માને તે મમતા-મિથ્યાત્વ છે. અને તે બાહ્ય પદાર્થો ને દેખી તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી તેમાં પ્રીતિ-અપ્રીતિ કરે તે રાગદ્વેષ છે. ત્યાં એ બાહ્ય ચીજ