૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ રાગદ્વેષનું કારણ નથી, કેમકે પરચીજ તો જ્ઞેય છે. તેમને અનુકૂળ-પ્રતિકૂળ જાણી સ્વયં રાગદ્વેષપણે પરિણમે છે. વીતરાગનો માર્ગ સૂક્ષ્મ છે, ભાઈ!
આ આત્મા આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ સહજાનંદ પરમાનંદ સદાનંદસ્વરૂપ છે. એવી પોતાની ચીજની અંતરમાં દ્રષ્ટિ થતાં અનુભવમાં જે અતીન્દ્રિય નિરાકુળ આનંદ આવ્યો તે આનંદ સમ્યક્દ્રષ્ટિના અનુભવની મહોર-છાપ છે. અતીન્દ્રિય આનંદ એ સ્વાનુભવનો ટ્રેડમાર્ક છે. સમ્યક્દ્રષ્ટિ આનંદની દશાનું વેદન કરે છે. તેને જે રાગ આવે તેને તે જાણે છે પણ દ્રષ્ટિના સામર્થ્યથી તેનો એ કર્તા અને ભોક્તા થતો નથી. અહો! સમ્યગ્દર્શન અલૌકિક છે!
ધર્મીને શુભરાગ આવે છે, પણ ધર્મી રાગને દુઃખરૂપ હેય જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય અને એનાથી પોતાને સુખ થવાનું માને છે. બેની માન્યતામાં આસમાન- જમીનનો ફેર છે. તેથી અજ્ઞાની વિકારના કર્તાપણે પરિણમે છે, તો જ્ઞાની વિકારના કર્તાપણે પરિણમતા નથી. અહો! શું દ્રષ્ટિનું માહાત્મ્ય!
અહીં કહ્યું કે-સાધક મંત્રનો કર્તા છે, પણ જે સ્ત્રીઓ સ્વયમેવ વિડંબના પામે છે કે જે સર્પનું ઝેર ઉતરી જાય છે-ઇત્યાદિ તે બધી પરદ્રવ્યની ક્રિયાનો સાધક કર્તા નથી. એમ દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું જ્ઞાન એ બધાં નિમિત્ત હો, પણ એ નિમિત્ત આત્માને જે સમ્યગ્દર્શન થાય એના કર્તા નથી. જેમ નિમિત્ત પરનો કર્તા નથી તેમ વ્યવહારરત્નત્રય નિશ્ચયરત્નત્રયના કર્તા નથી.
અહા! જગતના જીવોમાં મિથ્યાશ્રદ્ધાનાં શલ્ય પડયાં છે ને માને છે કે અમે ધર્મ કરીએ છીએ!
અહીં કહે છે-‘જીવના ભાવો નિમિત્તમાત્ર થતાં, પુદ્ગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે. એ નિશ્ચય છે.’