સમયસાર ગાથા-૯૭ ] [ ૯૯ કહે છે કે આત્માને પરભાવનો કર્તા માને તે દિગંબર નહિ. પરનો-જડના કાર્યનો પોતાને કર્તા માને તે મૂઢ અને મોહી પ્રાણી છે. આત્મા બોલે ને આત્મા ખાય-પીવે ઇત્યાદિ જડની ક્રિયાઓ આત્મા કરે એમ કહેવું અને માનવું એ અજ્ઞાન છે, મૂઢતા છે.
પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં બે ગાથાઓનો આધાર ટાંકીને કહ્યુ છે કે-‘‘હમણાં પણ ત્રિરત્ન શુદ્ધ જીવો (-આ કાળે પણ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપણું તથા લોકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત કરે છે.’’
અહાહા...! આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય - શુદ્ધરત્નત્રય હોં-નું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે; વ્યવહારરત્નત્રયનું આરાધન કરીને નહિ. મોક્ષપદ જે પ્રાપ્ત થાય તે અંતરસ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય છે; વ્યવહારરત્નત્રય કાંઈ મોક્ષનું કારણ નથી. અહાહા...! સમોસરણમાં તીર્થંકર કેવળી ભગવાન બિરાજમાન હોય અને દિવ્યધ્વનિ છૂટે તે સાંભળી મુનિરાજ એકદમ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. આ વીજળીના તાંબાના તાર હોય છે ને! બટન દબાવતાં વેંત તાંબાના તારમાં સરરરાટ એકદમ વીજળી ઉતરી જાય છે. તેમ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતાં વેંત સરરરાટ એકદમ મુનિરાજ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. પરિણતિ ભગવાન આનંદના નાથને તેના તળમાં પહોંચીને પકડે છે. મુનિરાજ સ્વરૂપનું ઉગ્ર ધ્યાન કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને પછી મોક્ષ પામે છે. અહા! ભગવાન તો હજુ અરિહંતપદે છે અને મુનિરાજને સિદ્ધપદ! આવો સ્વરૂપના ધ્યાનનો અચિંત્ય મહિમા છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ કરોડો વર્ષ પર્યંત કરે તોપણ તેણે કાંઈ કર્યું નથી. (મતલબ કે નિરર્થક છે). આવી વાત છે.
પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં ત્યાં બીજી ગાથાનું અવતરણ ટાંકીને અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે-‘‘શ્રુતિઓનો અંત નથી (-શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે દુર્મેધ છીએ; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા- મરણનો ક્ષય કરે.’’
પ્રભુ! શાસ્ત્રોનો પાર નથી. શ્રુતનો તો અગાધ દરિયો છે. અને અમે દુર્મેધ છીએ એટલે કે એટલું બધું જ્ઞાન અમને નથી. અમારી બુદ્ધિ મંદ ઠોઠ નિશાળિયા જેવી છે. અહા! અમૃતચંદ્રાચાર્ય જેવા મુનિરાજ કે જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય જેવા શાસ્ત્રોની અજોડ અદ્ભુત ટીકા કરી છે તે મહાન દિગંબર સંત એમ કહે છે કે અમે તો મંદબુદ્ધિ ઠોઠ છીએ! અહા! કયાં કેવળજ્ઞાન, કયાં બાર અંગનું જ્ઞાન અને કયાં અમારું અલ્પજ્ઞાન? શાસ્ત્રોનો પાર નથી, કાળ થોડો છે, બુદ્ધિ મંદ છે; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે.
શું કરવા યોગ્ય છે? કહે છે-પરનાં કાર્ય તો તું કરી શક્તો નથી અને