૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાન્તિ, અજ્ઞાન) છે.’
અહીં આત્મા હસ્તાદિની ક્રિયા કરી શકે છે એમ વાત નથી. આ તો અજ્ઞાની શું માને છે એ વાત સમજાવે છે. પોતાના વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ કર્મને પોતે કરે છે એવું અજ્ઞાની માને છે. તે મૂઢ જીવ છે. વસ્ત્ર બનાવી શકું છું, ઘડો બનાવી શકું છું એવું વ્યવહારી જીવો ભ્રાન્તિથી માને છે. આત્મા પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરે છે એવું અજ્ઞાનીઓને-વ્યવહારીઓને પ્રતિભાસે છે.
અજ્ઞાની જીવો, પરનું કરી શકું છું એમ માને છે તે એમનું અજ્ઞાન છે. આ બાઈઓ રસોઈ કરે, રોટલી બનાવે, પકવાન બનાવે, મોતી પરોવે-ઇત્યાદિ પરદ્રવ્યનાં કર્મને કરે છે એવી અજ્ઞાનીઓની ભ્રાન્તિ છે. વાસ્તવમાં એમ છે નહિ.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તે જ્ઞાનમાં જાણવાનું કાર્ય કરે કે પરદ્રવ્યનું કાર્ય કરે? આત્મા પરનું કાર્ય કરી શકે છે એવી માન્યતા વ્યવહારી જીવોની મૂઢતા છે. આવું સત્ય પ્રસિદ્ધ છે તોપણ શરીરનાં, કુટુંબનાં, સમાજનાં અને દેશનાં બધાં પરદ્રવ્યનાં કાર્ય અમે કરીએ છીએ એ અજ્ઞાનીઓનો ભ્રમ છે. ભગવાને કહ્યું છે કે પ્રત્યેક દ્રવ્યમાં અને પ્રત્યેક પરમાણુમાં તેની એકેક સમયની પર્યાય પોતાના ષટ્કારકથી થાય છે. તે પર્યાય પોતે કર્તા, તે પર્યાય પોતે કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન અને તે પર્યાય પોતે અધિકરણ છે. અજ્ઞાની જીવ વિકારી પરિણમનના ષટ્કારકને કરે, પરંતુ સાથે તે એમ માને કે ઘટ-પટ આદિ પરદ્રવ્યને પણ હું કરું છું તે એનો મિથ્યા ભ્રમ છે, મિથ્યા અહંકાર છે.
દીકરા દીકરી, સ્ત્રી પરિવાર, મા બાપ, ઘર-બાર ઇત્યાદિનું કાર્ય થાય તેનો હું કર્તા છું એમ માનનારા જીવો મૂઢ, અજ્ઞાની છે. તેવી રીતે ક્રોધાદિ સ્વરૂપ અંતરંગ કર્મને પણ હું કરું છું એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. જડ કર્મનું બંધન હું કરું છું, ચારિત્રમોહ આદિ પુદ્ગલકર્મને હું બાંધુ છું એમ માને તે મૂઢ છે. શરીર, મન, વાણી, ઘટ, પટ, રથ આદિ બાહ્ય પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે અને જ્ઞાનાવરણીય આદિ જડકર્મ અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તે બન્ને પરદ્રવ્યસ્વરૂપ હોવાથી તેમનામાં તફાવત નથી.
આ છોકરાંને મેં ભણાવ્યાં, પાળી પોષીને મોટાં કર્યાં, દીકરા-દીકરીઓને ઠેકાણે પાડયાં, ઇત્યાદિ અજ્ઞાની માને છે પણ ભાઈ! એ બધી ક્રિયા આત્માથી થતી નથી. તેવી રીતે જડ કર્મ જે અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને પણ આત્મા કરતો નથી. આમ