સમયસાર ગાથા-૯૮ ] [ ૧૦૩ છે છતાં અજ્ઞાની માને છે કે હું તે પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા છું તે એનો વ્યામોહ છે, ભ્રાન્તિ છે, અજ્ઞાન છે.
ભાવાર્થઃ– ‘ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે
વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.’
પરદ્રવ્યોનાં કાર્ય હું કરી શકું છું એમ માનવું તે અજ્ઞાન છે. પરનાં કામ આત્મા ત્રણ કાળમાં કરતો નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. લ્યો, ૯૮ પૂરી થઈ.
[પ્રવચન નં. ૧૬૮ * દિનાંક ૨૭-૮-૭૬]