Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1178 of 4199

 

સમયસાર ગાથા-૧૦૦ ] [ ૧૧૭ અને પરદ્રવ્યનો કર્તા તું (આત્મા) પણ નહિ. પરના પરિણામ પરથી થાય તેનો તું કર્તા નથી અને તારો આત્મા એમાં નિમિત્ત પણ નથી. ત્યારે છે કેવી રીતે? તે કાર્યકાળે રાગનો જે કર્તા થાય છે એવા અજ્ઞાનીના રાગ અને જોગને એનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા કદાચિત્ ભલે હો પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.

ભાવાર્થઃ– યોગ એટલે (મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.

અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ-દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્યદ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્યદ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.

ગાથા ૧૦૦ પુરી થઈ.

[પ્રવચન નં. ૧૬૮ શેષ થી ૧૭૧ ચાલુ * દિનાંક ૨૭-૮-૭૬ થી ૩૧-૮-૭૬]