સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૭ જ્ઞાનની જે સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી તેમાં આયુષ્ય કર્મ અને તેના નિમિત્તરૂપ ભાવને જ્ઞાની જાણે છે, તેનો કર્તા નથી. ભાઈ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે અને જ્ઞાન-સ્વભાવથી સ્વપરપ્રકાશક છે. માટે જ્ઞાન સ્વ અને પરને જેમ છે તેમ જાણે છે. જાણવા સિવાય તે બીજું શું કરે? જેમ કાગળમાં લખે છે કે-થોડું લખ્યું ઘણું કરીને માનજો તેમ સંતો કહે છે કે-ભાઈ! આ થોડું લખ્યું ઘણું કરીને માનજો. (મતલબ કે તેનો વિસ્તાર યથાર્થ ભાવે સમજજો.)
તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે-‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્’ આ દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ તે આસ્રવ છે. તે પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે પણ નિમિત્તથી તે પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જડકર્મ તે કર્તા અને આસ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ છે નહિ.
અહીં આ ગાથાના એક બોલમાં નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર-એ પાંચેયના ખુલાસા આવી જાય છે. ૧. શાતાવેદનીય કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. તે કાળે જે શુભભાવ
૨. જ્ઞાનીને તે રાગ અને કર્મબંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. આ નિમિત્ત સિદ્ધ થયું. ૩. તે કાળે સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, નિમિત્તથી નહિ. આ ઉપાદાન
૪. જે રાગ આવ્યો તે અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે, તે રાગને જ્ઞાન જાણે છે. આ વ્યવહાર
પ. અને તે વખતે જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. આ રીતે વ્યવહારથી નિશ્ચય
ક્રમબદ્ધ થાય છે માટે અક્રમે-આડું અવળું થાય એ વાત પણ ઉડી ગઈ. આમ પાંચે વાતનું
આ ગાથામાં સ્પષ્ટીકરણ આવી જાય છે.
આવું સ્વરૂપના લક્ષે જ્ઞાન થતાં તે કાળે જે જાતના રાગપરિણામ થાય તેને તે કાળે ધર્મી જાણે છે. રાગસંબંધીનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પ્રગટ થાય છે. જ્ઞાની તે જ્ઞાનનો કર્તા છે પણ રાગ અને તે કાળે થતા કર્મબંધનો કર્તા નથી. રાગ અને કર્મબંધની દશા તો પોતાથી ઉત્પન્ન થયેલા સ્વપરપ્રકાશક જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે.