Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1190 of 4199

 

સમયસાર ગાથા-૧૦૧ ] [ ૧૨૯ ભાવ અને કર્મબંધન નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવ રાગનો કર્તા નથી. એ તો રાગના કાળે પણ પોતાના અને પરના જ્ઞાનપણે પરિણમતો એવો જ્ઞાનનો જ કર્તા છે.

અરે! જીવ નવમી ગ્રૈવેયક પણ અનંતવાર ગયો છે અને નરક-નિગોદના ભાવ પણ અનંત અનંત કર્યા છે. નિગોદમાં જે એક શ્વાસમાં અઢાર ભવ કર્યા છે તે મિથ્યા-દર્શનનું ફળ છે. રાગ અને અજીવ ભિન્ન ચીજ છે છતાં તે પોતાની ચીજ છે અને તેનાથી લાભ થાય એવું માને તે મિથ્યાદર્શન છે. તે મિથ્યાત્વના કારણે જીવે નરક-નિગોદના અનંતા ભવ કર્યા છે. ભાઈ! જગતને વિશ્વાસ બેસે ન બેસે પણ ચીજ કાંઈ ફરી જાય એમ નથી. અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ દયા, દાન આદિ વિકલ્પના કર્તા નથી, જ્ઞાતા જ છે. તેવા જીવને પૂર્ણ વીતરાગતા થઈ નથી તો આયુષ્યકર્મની પ્રકૃતિ બંધાય છે. સમ્યગ્દ્રષ્ટિ મનુષ્યને સ્વર્ગના આયુનો બંધ થાય છે. ત્યાં આયુષ્યના પરમાણુ બંધાય તે પરમાણુના કારણે બંધાય છે. તે સમયે ધર્મીને જે રાગ આવે છે તે રાગ અને આયુકર્મનો બંધ તે જ્ઞાનીના જ્ઞાનમાં નિમિત્ત છે. ગોરસનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવે વસ્તુસ્વરૂપ અત્યંત સ્પષ્ટ કરી દીધું છે. જ્ઞાનીને રાગ હોય તે કાળે આયુષ્યનો બંધ પડે છે. તે અજીવની પર્યાય અજીવથી થાય છે. ધર્મી જીવ રાગ અને આયુકર્મની પર્યાયના જ્ઞાતા જ છે, કર્તા નથી. જ્ઞાની તો સ્વપરપ્રકાશક પોતાના જ્ઞાનમાં વ્યાપીને સ્વપરને માત્ર જાણે જ છે.

સમકિતી કે સાધુ જે આત્મજ્ઞાની ધર્માત્મા છે તે આ પંચકાળમાં સ્વર્ગમાં જ જાય છે. સ્વર્ગના આયુષ્યની જે પ્રકૃતિ બંધાય છે તે તો પરમાણુની યોગ્યતાથી બંધાય છે. તે કાળે જે રાગ આવ્યો તેને આયુના બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે. ધર્મી જીવને જે આયુષ્ય બંધાય અને તે કાળે જે રાગ હોય તેનું જ્ઞાન હોય છે. જીવનો જ્ઞાનદર્શનસ્વભાવ છે. તે સ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મી જીવ રાગ અને કર્મબંધન થાય તેના જ્ઞાતાદ્રષ્ટા છે.

સ્વર્ગમાં સમકિતી હોય તેને મનુષ્યના આયુનો બંધ પડે છે. મિથ્યાદ્રષ્ટિ જીવ તો સ્વર્ગમાંથી નીકળી તિર્યંચગતિમાં પણ જાય છે, એકેન્દ્રિયમાં પણ જાય છે. જે જીવ રાગને અને પોતાને એક કરે છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની એકેન્દ્રિયમાં લીલોતરીમાં પણ ચાલ્યો જાય છે.

ખાણમાં-પૃથ્વીમાં એક કણમાં અસંખ્ય જીવ છે. પાણીના એક બિંદુમાં અસંખ્યજીવ છે, લીમડાના એક પત્તામાં અસંખ્ય જીવ છે. લીમડાના પત્તામાં અસંખ્ય શરીર છે અને એક એક શરીરમાં એક એક જીવ છે. લસણની એક કટકીમાં અસંખ્ય શરીર છે અને પ્રત્યેક શરીરમાં અનંતાનંત જીવ છે.