છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨.
હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છેઃ-
શ્લોકાર્થઃ– શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- [समयसारव्याख्यया एव] આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ) ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [मम अनुभूतेः] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [परमविशुद्धिः] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [भवतु] થાઓ. કેવી છે તે પરિણતિ? [परपरिणतिहेतोः मोहनाम्नः अनुभावात्] પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (-ઉદયરૂપ વિપાક) ને લીધે [अविरतम् अनुभाव्य–व्याप्ति–कल्माषितायाः] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [शुद्धचिन्मात्रमूर्तेः] દ્રવ્યદ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું.
ભાવાર્થઃ– આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે- રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્મા ની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ - ખ્યાતિ, લાભ, પૂજાદિક- ચાહતો નથી. આ પ્રકારે આચાર્યે ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩.
પ્રવચન નંબર ૧–૨ તારીખ ૨૮–૧૧–૭પ, ૨૯–૧૧–૭પ
આ સમયસાર પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ અઢારમી વખત સભામાં વંચાય છે. આ સમયસારનો એક શબ્દ પણ સાંભળીને યથાર્થભાવ સમજે તો કલ્યાણ થઈ જાય એવી આ અદ્ભૂત ચીજ છે. આ ગ્રંથમાં શુદ્ધનયનો (શુદ્ધાત્માનો) અધિકાર છે. સમયસાર, શુદ્ધ-જીવ-શુદ્ધ આત્માને બતાવે છે. આખાય સમયસારમાં શુદ્ધનય ‘ધ્રુવ ધ્રુવ ચૈતન્ય’ ને બતાવે છે, જે માત્ર સારભૂત છે.
‘ૐ પરમાત્મને નમઃ’ ત્યાંથી તો શરૂ કર્યું છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસારજી શાસ્ત્રના જીવ-અજીવ અધિકારનો પ્રારંભ થાય છે. ટીકાકાર શ્રી અમૃતચંદ્રા-