ચાર્યદેવ છે, જેમણે આ શાસ્ત્રની ટીકાનું નામ જ ‘આત્મ-ખ્યાતિ’ આપ્યું છે; ‘આત્મ- ખ્યાતિ’ એટલે કે શુદ્ધચૈતન્યઘનની પ્રસિદ્ધિ.
પ્રારંભમાં અનુવાદકર્તા (શ્રીમાન્ પં. જયચંદ્રજી) માંગળિક * કરે છેઃ- ‘શ્રી પરમાતમકો પ્રણમિ, શારદ સુગુરુ મનાય, સમયસાર શાસન કરૂં દેશવચનમય, ભાય!’ ૧ શ્રી સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ, શારદ કહેતાં સમ્યક્ શાસ્ત્ર અને સુગુરુ- નિગ્રંથ ગુરુ-એ ત્રણેને નમીને સમયસારરૂપી શાસ્ત્રનો દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું. ‘શબ્દબ્રહ્મ પરબ્રહ્મકૈં વાચકવાચ્ય નિયોગ; મંગલરૂપ
જેમ સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ તે વાચ્ય છે, તેમ સમયસારરૂપ શબ્દબ્રહ્મ વાચક છે, તેનું વાચ્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન પરમબ્રહ્મ છે. તે બે વચ્ચે વાચક-વાચ્ય-નો સંબંધ છે.
‘મંગળરૂપ પ્રસિદ્ધ એ’- શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવેે. પંડિત બનારસીદાસે ‘સમયસાર નાટક’માં કહ્યું છે કે આ શબ્દબ્રહ્મ અને તેનું વાચ્ય જે પરમબ્રહ્મ તેને જે જાણે છે તેનાં અંદરથી ફાટક ખૂલી જાય છે. ‘ફાટક ખુલત હૈ’ એમ લખ્યું છે. ‘નમુ ધર્મધન- ભોગ’ એટલે કે મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર (આત્માનું) ધન છે. આનંદનો નાથ પ્રભુ આત્મા-તેની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં જે આનંદનો લાભ થાય તેનો ભોગ-અનુભવ કરું છું.
અહાહા...! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પુરું થઈ ગયું!
નય નય સાર- એકૈક પદમાં નયોના સારરૂપ શુદ્ધનયનો અધિકાર છે, તેને લહે- પ્રાપ્ત કરે- સ્વકાળમાં (પોતાની પર્યાયમાં) ત્રિકાળી આનંદને પ્રાપ્ત થાયે પદ પદ -પુરુષાર્થ દ્વારા ચોરાશીના અવતાર જન્મમરણના દુઃખનો તથા કામાદિ વિકારનો નાશ થાય છે. _________________________________________________________________ *મંગલાચરણની પંક્તિઓ હિંદી સમયસાર પરથી લીધી છે.