Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 4199

 

ભાગ-૧ ]

લય લય પાર ગ્રહે ભવધાર એટલે કે-જેમ જેમ શુદ્ધાત્મામાં લીનતા પામતો જાય છે તેમ તેમ ભવનો અંત આવતો જાય છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો, જય હો એમ જયકાર કર્યો છે. શબ્દ, અર્થ અરુ જ્ઞાન

સમય ત્રય આગમ ગાયે,
મત, સિદ્ધાંત રુકાલ–ભેદત્રય નામ બતાયે;
ઈનહિં આદિ શુભ અર્થસમયવચકે સુનિયે
બહુ,
અર્થસમયમેં જીવ નામ હૈ સાર, સુનહુ સહુ;
તાતૈં જુ સાર બિન કર્મમલ શુદ્ધ જીવ શુધ નય કહે,
ઈસ ગ્રંથ માંહિ કથની સબૈ, સમયસાર બુધજન ગહૈ. ૪

આગમમાં શબ્દસમય જે વાચક છે, અર્થસમય જે વાચ્ય પદાર્થ છે અને જ્ઞાનસમય જે પદાર્થનું જ્ઞાન છે -એ ત્રણેને સમય કહ્યા છે. વળી કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. તે બધામાં પણ શુભ અર્થસમય-જીવ પદાર્થ (શુદ્ધાત્મા) તેથી કથની પ્રારંભમાં જ બધા જીવો સાંભળજો; કારણ કે કર્મમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધજીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ -એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયસારનો સાર છે. નામાદિક છહ ગ્રંથમુખ, તામેં મંગલ સાર;

વિઘનહરન નાસ્તિકહરન, શિષ્ટાચાર ઉચાર.

મંગળ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ અને કર્તા-એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે છે. તેમાં પ્રથમ માંગળિક છે. પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તેને માંગળિક કહે છે. ગ્રંથનું નામ ‘સમયસાર’ તે નામ છે; કોના નિમિત્તે બનાવ્યું? તો જીવ માટે બનાવેલ છે એ નિમિત્ત છે. વીતરાગદશા પ્રગટ કરવી એ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. તેનું પરિમાણ એટલે સંખ્યા ૪૧પ ગાથાઓ છે. અને તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ છે. દરેક ગ્રંથમાં માંગળિક તે મુખ્ય છે. વળી કેવું છે મંગળ? વિઘ્નનો નાશ કરનારુ છે. જેણે સાધકભાવ શરૂ કર્યો તેને વિઘ્ન આવતું નથી એમ કહે છે. વળી નાસ્તિકહરણ એટલે કે નાસ્તિકતાનો નાશ કરનારું છે. આ શિષ્ટાચાર-એટલે ઉત્તમ પુરુષોનાં આચરણ-તેનો ઉચ્ચાર છે એટલે કથન છે. (અર્થાત્ માંગળિક તે ગ્રંથની શરૂઆતનો શિષ્ટાચાર છે.) સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિનવૈન, મુદ્રા જિન

નિરગ્રંથતા, નમૂં કરૈ સબ ચૈન.